ETV Bharat / state

પારડીમાં વૃદ્ધને હિપ્નોટાઈઝ કરી 4 તોલા સોનુ ઉતરાવી ગઠિયાઓ રફ્ફૂચક્કર થઈ ગયા - VLD

વલસાડઃ જિલ્લાના પારડીમાં નેશનલ હાઇવે નંબર 8 સર્વિસ રોડ પર આવેલી કુરેશી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલા એક 60 વર્ષિય વૃદ્ધને કારમાં આવેલા ત્રણ ઈસમોએ આશ્રમનું એડ્રેસ પૂછવાને બહાને નજીક બોલાવી તેમની વાતમાં ભોળવી હિપ્નોટાઈઝ કરી વૃદ્ધ પાસેથી સોનાની વીંટી, ગળાનો ચેન હાથનું બ્રેસલેટ તેમજ ઘડિયાળ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે વૃદ્ધને બાદમાં ખબર પડતા પારડી પોલીસને ફરીયાદ નોંધાવી.

VLD
author img

By

Published : Jul 16, 2019, 11:31 PM IST

વલસાડ નજીક આવેલા કિલ્લા પારડીના અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અમ્રૃતભાઈ પટેલ નેશનલ હાઇવે નંબર 8 પાસે આવેલી કુરેશી હોસ્પિટલમાં દવા લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી કારમાં ત્રણ વ્યક્તિઓ બેસીને આવ્યા હતા. જેમાં એક દિગંબર સાધુ હતો, જેણે આશ્રમનુ સરનામું પૂછવાનો ઈશારો કરી અમૃતભાઈને નજીક બોલાવ્યા હતા અને અહીં આગળ કોઈ આશ્રમ છે કે, કેમ તેમ કહી વાતમાં ભોળવી તેમને સો રૂપિયાની નોટ આપી એવું કહ્યું કે, આ નોટ તમારી પાસે રાખો ગાયને લીલોતરી ખવડાવજો તમારા તમામ દુઃખ દૂર થઈ જશે.

વલસાડઃપારડીમાં વૃદ્ધને હિપ્નોટાઇઝ કરી 4 તોલા સોનુ ઉતરાવી રફુચક્કર

પ્રથમ તો આનાકાની કરી પરંતુ તે બાદ તેમણે સોની નોટ લઈ લીધી હતી અને નોટ લીધા બાદ તેઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પોતાના ગળામાંથી સોનાની ચેન, હાથની વીંટી, હાથમાં પહેલું સોનાનું બ્રેસલેટ અને ઘડિયાળ કાઢીને આ દિગંબર સાધુને આપી દીધુ હતુ.

થોડીવાર બાદ અમૃતભાઈને યાદ આવ્યું કે, તેમણે પોતે જ પોતાના હાથથી જ આ દિગંબર સાધુને સોનાની ચેન સહિતનો અંદાજિત ચાર તોલા જેટલું સોનું સામાન આપી દીધો અને તેઓ પોતે લૂંટાઈ ગયા હોવાનો અહેસાસ થતા આખરે હકીકતની જાણ તેમના પુત્રને જાણ કરતા તેઓ સ્થળ પર આવ્યા અને તે બાદ પારડી પોલીસ સ્ટેશને સમગ્ર બાબતની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.
.

આ ઘટના બાદ અમૃતભાઈએ જણાવ્યું કે, કારમાં આવેલા ત્રણ શખ્સો હિન્દીમાં વાત કરતા હતા અને મને પોતાને પણ ખબર નથી કે, તેમણે સોની નોટ આપ્યા બાદ એવું તો શું થયું કે મેં પોતે જ તમામ વસ્તુઓ તેમના હાથમાં ઉતારીને આપી દીધી. કદાચ એવું કહી શકાય કે તેમણે કોઈ વશીકરણ વિદ્યાનો ઉપયોગ મારા પર કર્યો હોય જોકે, હાલ તો તેમણે આ સમગ્ર બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Intro:વલસાડ નજીક આવેલા પારડીમાં નેશનલ હાઇવે નંબર આઠ સર્વિસ રોડ ઉપર આવેલી કુરેશી હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહેલા એક 60 વર્ષીય વૃદ્ધ અને કારમાં આવેલા ત્રણ ઈસમોએ આશ્રમનું એડ્રેસ પૂછવા ને બહાને નજીક બોલાવી તેમની વાતમાં ભોળવી હિપ્નોટાઈઝ કરી વૃદ્ધ પાસેથી સોનાની વીંટી ગળા ની ચેન હાથનું બ્રેસલેટ તેમજ ઘડિયાળ પણ ઉઠાવી લઈ ફરાર થઈ ગયા હતા જોકે વૃદ્ધને બાદમાં ખબર પડતાં તેઓ અવાક બની ગયા અને પારડી પોલીસનું શરણું લીધું હતું

Body:વલસાડ નજીક આવેલા કિલ્લા પારડીના અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અમરતભાઈ મીઠલભાઈ પટેલ જેઓ નેશનલ હાઇવે નંબર 8 પાસે આવેલી kureshi હોસ્પિટલમાં દવાની દુકાનમાં દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે એક અજાણી કારમાં ત્રણ વ્યક્તિઓ બેસીને આવ્યા હતા જેમાં એક દિગંબર સાધુ હતો જેણે આશ્રમનો સરનામું પૂછવાનો ઈશારો કરી અમૃતભાઈ ને નજીક બોલાવ્યા હતા અને અહીં આગળ કોઈ આશ્રમ છે કે કેમ તેમ કહી વાત માં નાખી તેમને સો રૂપિયાની નોટ આપી એવું કહ્યું કે આ નોટ તમારી પાસે રાખો ગાય ને લીલોતરી ખવડાવજો તમારા તમામ દુઃખો દૂર થઈ જશે પ્રથમ તો કાકાએ આનાકાની કરી પરંતુ તે બાદ તેમણે સોની નોટ લઈ લીધી હતી અને નોટ લીધા બાદ તેઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પોતાના ગળામાંથી સોનાની ચેન હાથની વીંટી હાથમાં પહેલું સોનાનું બ્રેસલેટ અને ઘડિયાળ પણ કાઢીને આ દિગંબર સાધુને આપી દિધી હતી જે બાદ આકાર થોડા અંતરે ગયાબાદ અમ્રતભાઈ બનાવ્યા હતા અને તેમને યાદ આવ્યું કે તેમણે પોતે જ પોતાના હાથથી જ આ દિગંબર સાધુ ને સોનાની ચેન સહિતનો અંદાજિત ચાર તોલા જેટલું સોનું સામાન આપી દીધો અને તેઓ પોતે લૂંટાઈ ગયા હોવાનો અહેસાસ થતા આખરે હકીકતની જાણ તેમના પુત્રને કરતા તેઓ સ્થળ પર આવ્યા અને તે બાદ પારડી પોલીસ સ્ટેશને સમગ્ર બાબત ની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા

Conclusion:અમરતભાઈ એ જણાવ્યું કે કારમાં આવેલા ત્રણ શખ્સો હિન્દી માં વાત કરતા હતા અને મને પોતાને પણ ખબર નથી કે તેમણે સોની નોટ આપ્યા બાદ એવું તો શું થયું કે મેં પોતે જ તમામ વસ્તુઓ તેમના હાથમાં ઉતારીને આપી દીધી કદાચ એવું કહી શકાય કે તેમણે કોઈ વશીકરણ વિદ્યા નો ઉપયોગ મારા ઉપર કર્યો હોય જોકે હાલ તો તેમણે આ સમગ્ર બાબતે પોલીસ મથકનું શરણું લઈને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.