ETV Bharat / state

વાપીના ડુંગરા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા - vapi crime news

વાપીના ડુંગરા તળાવ નજીક રીક્ષા ચાલકની તેમની જ રિક્ષામાં અજાણ્યા શખ્સોએ ચાકુના ઘા મારી હત્યા કરી નાખતા ડુંગરા પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રીક્ષા ચાલકની કરપીણ હત્યાને લઈને વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા

author img

By

Published : Jan 21, 2021, 12:42 PM IST

  • ડુંગરા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા
  • હત્યારાઓએ ચાકુના ઘા મારી હત્યા કરી
  • પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

વાપી : વાપીના ડુંગરા તળાવ નજીક રીક્ષા ચાલકની તેમની જ રિક્ષામાં અજાણ્યા શખ્સોએ ચાકુના ઘા મારી હત્યા કરી નાખતા ડુંગરા પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રીક્ષા ચાલકની કરપીણ હત્યાને લઈને વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા

રીક્ષા તેની પોતાની હોવાની વિગતો મળી

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો કે, વાપી નજીક ડુંગરા તળાવ નજીક એક રિક્ષામાં એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. જે બાદ ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રીક્ષા ચાલકની ઓળખ અંગે ડુંગરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકનું નામ અખિલેશ કુમાર જયશ્રીપાલ હોવાનું અને જે રિક્ષામાં તેનો મૃતદેહ હતો. તે રીક્ષા તેની પોતાની હોવાની વિગતો મળી હતી.

રીક્ષા ચાલક સવારે ઘરેથી નીકળ્યો હતો

જ્યારે પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, તે વાપીના નામધા રોડ પર રહેતો હતો. સવારે તેની રિક્ષા નંબર GJ-15-XX-3016 લઈને ઘરેથી રીક્ષાભાડાની ફેરીમાં નીકળ્યો હતો. જે બાદ ડુંગરા તળાવ નજીક રિક્ષામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

FSL અને ડોગ સ્કોર્ડ આધારે તપાસ હાથ ધરી

મૃતક અખિલેશને કોઈક અજાણ્યા શખ્સોએ ધારદાર ચાકુ જેવા હથિયારથી છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી હોવાના નિશાન છે. જેથી ગંભીર ઇજા સાથે વધુ પડતું લોહી વહી જવાથી તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. ડુંગરા પોલીસે અખિલેશની હત્યા કોણે અને શા માટે કરી છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.