વલસાડ: જિલ્લા પંચાયત પ્રમુખના શિક્ષણ સમિતિના ચેરમેન(Chairman of the Education Committee ) નિર્મળા કેશવ જાદવ છેલ્લા ત્રણ દિવસથી ફોન બંધ કરી સંપર્ક વિહોણા બનતા ભાજપમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે તે પૈખેડ ડેમ સમિતિના સમર્થનમાં જિલ્લા પંચાયતમાંથી(District Panchayat Member) રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. તેઓ કોંગ્રેસમાં ન જોડાય તે માટે આજે વલસાડ જિલ્લા મહામંત્રી(Valsad District General Minister) અને તાલુકા ભાજપ પ્રમુખ(Taluka BJP President) સહિત અનેક લોકો જિલ્લા પંચાયત પર એકત્ર થયેલ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
અચાનક તમામ પદ પરથી રાજીનામું - વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મળા જાદવે બે દિવસ ઘરથી નીકળી જઈ સંપર્ક વિહોણા રહ્યા હતા. જે બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને વોટ્સએપના માધ્યમ દ્વારા અચાનક તમામ પદ પરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઇ છે.
મોબાઈલ ફોન બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા હતા - જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળા જાદવ જેઓ ભાજપ તરફથી 25 મોટી કોરવડ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા બાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. તે બે દિવસ પહેલા મોબાઈલ ફોન બંધ કરી ક્યાંય ચાલ્યા ગયા હતા. જે અંગે તેમના પતિએ ધરમપુર પોલીસ મથકમાં(Dharampur Police Station) પણ અરજી નોંધાવી હતી. આજે તે જિલ્લા પંચાયતમાં રાજીનામું(Resignation in District Panchayat) આપવાના હોવાની વાત વહેતી થતા અનેક ભાજપના નેતાઓ જિલ્લા પંચાયત પર રાજીનામુ આપે તે પહેલાં જ તેઓને સમજાવવા માટે બેઠા હતા. તેમની બાજી બગડી જ્યારે નિર્મલા જાદવે અને જિલ્લા પંચાયત પ્રમુખને વોટ્સએપના માધ્યમ દ્વારા રાજીનામુ મોકલી દીધું હતું.
અંગત કારણોસર રાજીનામું - રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકાર તેમના વિસ્તારમાં પાર તાપી રિવર લિંક બનાવવાની પ્રવૃત્તિ કરી રહી છે. તેઓ આદિવાસી વિસ્તારના રહીશ છે. સરકાર આદિવાસી વિસ્તારમાં જ આ પ્રવૃત્તિ કરી રહી છે. તેઓ શાસક પક્ષમાં હોય તેઓ આદિવાસી સાથે અન્યાય જોઈ શકે એમ ન હોય, તેમજ કેટલાક અંગત કારણોસર રાજીનામું આપું છું. એમ જણાવીને નિર્મળા જાદવે લેખિત રાજીનામુ ધરી દીધું છે. જોકે સમગ્ર બાબત ટેલિફોનિક વાતચીત કરતા વલસાડ ભાજપ જિલ્લા પ્રમુખે(Valsad BJP District President) જણાવ્યું કે, તેમને શું મુશ્કેલી છે. પક્ષ સાથે સંગઠન સાથે કે ધારાસભ્ય સાથે કોઈપણ મુશ્કેલી હોય તો અમે તેને બેઠક કરી સુલઝાવવાનો પ્રયાસ કરવા માટે સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. નિર્મળા જાદવના ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.
વલસાડ ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ - મહત્વનું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટનો(Tapi Narmada River Link Project) કરવામાં આવેલા રાજીનામમાં ઉલ્લેખ એ કોઈ રાજકીય પાર્ટી તરફ દિશા નિર્દેશ કરી રહ્યો છે. નિર્મળા જાદવ અન્ય પક્ષમાં જશે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો છે તો બીજી તરફ ઘરના અંગત કેટલાક કારણોસર તેઓ બે દિવસથી ઘરની બહાર નીકળી ગયા હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ તો તેમના રાજીનામાને લઈ વલસાડ ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉતપન્ન થઈ છે.
આ પણ વાંચો: Surat APMC Chairman Resigns : સુરત એપીએમસી ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, કારણ શું?
રાજીનામા પડી શકેની શક્યતાઓ - બે દિવસથી તે ઘરથી ગાયબ રહેતા પોલીસ મથકમાં ગુમ થયાની અરજી પણ આવી હતી. જે બાબતે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. સમગ્ર બાબત નર્મદા તાપી રિવર લીક પ્રોજેકટની આગેવાની કરનાર વાંસદના ધારાસભ્ય અનંત પટેલે સમગ્ર બાબતે ટેલીફોનિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ધરમપુરના રિવર લિંક પ્રોજેક્ટ ઇન્ફેક્ટેડ ગામના(River link project infected village) લોકોમાં ભાજપ પ્રત્યે ધિક્કારની લાગણી છે. તેમણે એમ પણ કહ્યું કે, નિર્મલા તેમને એક માસ પેહલા મળ્યા હતા. ત્યારે તેઓ એ રાજીનામું આપવા લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રાજીનામું આપ્યું એ આદિવાસીના હિતમાં છે. તે એમની અંગત લાગણી છે. હજુ પણ તાલુકામાં પણ રાજીનામા પડી શકેની શક્યતાઓ તેમને વર્ણવી હતી.