ETV Bharat / state

ઉમરગામનાં વોર્ડ નંબર-3ના મતદારો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત - Valsad local news

ઉમરગામ નગરપાલિકામાં ગત ટર્મમાં પ્રમુખ રહેલા અને હાલમાં ફરી વોર્ડ નંબર-3માં ટિકિટ મેળવનારા રામશબ્દ સિંહનાં વોર્ડમાં પાંચ વર્ષે પણ વિકાસ થયો નથી. મુખ્યત્વે પરપ્રાંતિય વસ્તી ધરાવતા વોર્ડ નંબર 3માં મતદારો ગટર અને રસ્તાના કામોથી વંચિત રહ્યા છે. મતદારોનું કહેવું છે કે, રાજકારણીઓ મત માંગવા આવ્યા બાદ ફરી ક્યારેય આ વિસ્તારમાં આવતા નથી.

ઉમરગામનાં વોર્ડ નંબર 3માં મતદારો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત

author img

By

Published : Feb 18, 2021, 12:47 PM IST

  • ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ માટે 28 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે
  • વોર્ડ નંબર 3માં 1521 મહિલા, 2240 પુરુષ સહિત કુલ 3761 મતદારો
  • ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી બાદ ફરી ક્યારેય દેખા ન દેતા હોવાનો સ્થાનિકોનો દાવો

ઉમરગામ: 28મી ફેબ્રુઆરીનાં રોજ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગત ટર્મમાં રસ્તાઓ, ગટરો, સ્ટ્રીટ લાઈટ અને તળાવોનાં કામથી મતદારો કેટલા ખુશ છે, તે અંગે ઉમરગામ નગરપાલિકાના પ્રમુખનાં વોર્ડમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, પાંચ વર્ષે પણ આ વોર્ડના રહીશોએ વિકાસ નથી જોયો. અસહ્ય ગંદકી અને માળખાગત સુવિધાઓથી વંચિત આ વિસ્તારના મતદારો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે. કેટલાક ઘરો સુધી પીવાના પાણી માટે નળ જોડાણ પણ નથી અને ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં LED સ્ટ્રીટ લાઈટ લગાડવાનું કામ પૂરૂ થયું નથી.

ઉમરગામનાં વોર્ડ નંબર 3માં ગંદકીનું સામ્રાજ્ય

વોર્ડ નં.3માં સૌથી વધુ પરપ્રાંતીય લોકો રહે છે

વોર્ડ નંબર 3 ખાંજણ તેમજ ઔદ્યોગિક વસાહતને અડીને આવેલો હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે. વોર્ડમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટરના અભાવે ગંદકીથી ખદબદતો હતો. તમામ માર્ગો જર્જરિત હતા. પરંતુ ગત ટર્મમાં પાલિકા સભ્ય નટુ રાઠોડ અને તેમની પેનલે પ્રમુખ રામશબ્દ હંસરાજ સિંહના નેજા હેઠળ વિકાસના કાર્યોની શરૂઆત કરી હતી. જોકે તમામ કામો આજે પણ અધૂરા રહી જતાં સ્થાનિક લોકો ગટરના ઉભરાતા પાણીથી, તીવ્ર દુર્ગંધથી, મચ્છરોના ત્રાસથી અને સફાઈના અભાવથી ત્રાહિમામ છે.

ઉમરગામનાં વોર્ડ નંબર 3માં ખુલ્લી ગટરોની સમસ્યા

ગત ટર્મના પ્રમુખને આ વખતે પણ ટિકિટ મળી છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં પીઠા ફળિયા નજીક નવી સ્મશાનભૂમિ, કાંકરીયા મોરા, ગંગાનગર જેવા વિસ્તારમાં એકાદ કિલોમીટર ગંદા પાણીના નિકાલ માટેની ગટર, દરેક વિસ્તારમાં પેવર બ્લોક, ડામરનાં માર્ગો જેવા કામ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી કામ પૂર્ણ થયા નથી. 2016ની ચૂંટણીમાં વિજયી બનેલા રામશબ્દ સિંહ પાલિકાના પ્રમુખ બન્યા હતા. આ વખતે પણ તેમને રિપીટ કરાયા છે. પાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે પાણીની યોજના અમલમાં મૂકી છે. પરંતુ ધરતી પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં હજી લોકોને ઘર પાણીના નળ કનેક્શન મળ્યા નથી. ગટરના જોડાણ ન થયા હોવાથી ગંદકીએ માઝા મૂકી છે.
ઉમરગામનાં વોર્ડ નંબર 3માં મતદારો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત
વોર્ડ નંબર 3ની ખુલ્લી ગટરમાં બાળક પડી જતા મોતને ભેટ્યો હતો સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે, વોર્ડમાં ચૂંટણી સમયે દેખાતા નેતાઓ પરિણામો બાદ ફરી ક્યારેય દેખાતા નથી. સમગ્ર વિસ્તારમાં ગણતરીના કામ થયા બાદ તમામ કામ અધૂરાં છે. ઉલ્લેખનીય છે કે, આવી જ અધૂરી ગટરનાં કારણે આ વિસ્તારમાં એક બાળક ગટરના ખાડામાં પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો. આ ઉપરાંત રખડતા પશુઓ અવાર નવાર ગટરના ખદબદતા ખાડામાં પડતા રહે છે. જેનો ત્રાસ આ વિસ્તારના લોકો માટે મોટી મુશ્કેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.