વલસાડઃ રેલવે વિભાગ દ્વારા તારીખ 1/6/ થી કુલ 100 ટ્રેનો સમગ્ર ભારતભરમાં શરૂ કરવામાં આવી છે. જેમાં વલસાડના રેલવે સ્ટેશનથી ચાર ટ્રેનો દોડાવવામાં આવશે, જેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે હાલ રિઝર્વેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, ફક્ત રિઝર્વેશન કરનારા જ અત્યારે ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.
ભારતભરમાં કુલ 100 ટ્રેનો શરૂ કરાઇ છે, જેથી બીજા રાજ્યમાં ફસાયેલા લોકો એક સ્થળે થી બીજા સ્થળે પ્રવાસ કરી શકે, જેમાં વલસાડમાં અવધ એક્સપ્રેસ, બાંદ્રા ગાજીપુર એક્સપ્રેસ, પશ્ચિમ સુપરફાસ્ટ અને કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનથી જશે. જેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે હાલ રિઝર્વેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રીઝર્વેશન બુકિંગ સવારે આઠ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે આ ટ્રેનોમાં પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓએ અગાઉ થી રિઝર્વેશન કરવુ જરૂરી છે. કોરોનાને લઈ રિઝર્વેશન કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટન્સની પુરી વ્યવસ્થા કરાઇ છે. જેથી કોરોના જેવી બીમારી ને પણ જાકારો આપી શકાય, સાથે જ પ્રવાસ કરનારે માસ્ક પહેરવા જેવા નિયમોના પાલન સાથે પ્રવાસ કરી શકાશે, જોકે રેલવે દ્વારા રિઝર્વેશનના સમયમાં ગમે ત્યારે ફેરફાર થઇ શકે છે. નોંધનીય છે કે એક સાથે બસ સેવા અને ટ્રેન સેવાનો સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રારંભથી લોકડાઉનમાં ફસાયેલા લોકોને રાહત મળી રહેશે.