ETV Bharat / state

વલસાડના ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીનું આયોજન કરાશે - Ranji Trophy organized

વલસાડ: અહીંના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આગામી 19 જાન્યુઆરીથી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચની શરૂઆત થઈ રહી છે. મેચના આયોજનની પૂર્વ તૈયારી રુપે સ્ટેડિયમમાં 12 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ અન્ય જરૂરી સુવિધાઓથી પણ સ્ટેડિયમને સજ્જ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત અને પંજાબના કેટલાક ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી.

Valsad
રણજી ટ્રોફીનું આયોજન
author img

By

Published : Jan 17, 2020, 10:21 PM IST

વલસાડ શહેરમાં આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી તારીખ 19 જાન્યુઆરીથી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાવા જઈ રહી છે. આ સ્ટેડિયમ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી જશે. વલસાડના સ્ટેડિયમ ઉપર અત્યાર સુધીમાં BCCIની 39 રણજી મેચ સહિત કુલ 80 મેચ રમાઈ ચૂકી છે. અહીં ગુજરાત અને પંજાબ વચ્ચે રમાનારી રણજી મેચની તૈયારીના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોમેન્ટ્રી બોક્સ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

વલસાડના ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીનું આયોજન

વલસાડ શહેરમાં આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી તારીખ 19 જાન્યુઆરીથી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાવા જઈ રહી છે. આ સ્ટેડિયમ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી જશે. વલસાડના સ્ટેડિયમ ઉપર અત્યાર સુધીમાં BCCIની 39 રણજી મેચ સહિત કુલ 80 મેચ રમાઈ ચૂકી છે. અહીં ગુજરાત અને પંજાબ વચ્ચે રમાનારી રણજી મેચની તૈયારીના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોમેન્ટ્રી બોક્સ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

વલસાડના ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીનું આયોજન
Intro:વલસાડ શહેરમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આગામી તારીખ 19 જાન્યુઆરી થી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચની શરૂઆત થઈ રહી છે આ મેચનું સીધુ પ્રસારણ જાણીતી ચેનલ પરથી કરવામાં આવશે અને આ માટે સ્ટેડિયમની આસપાસમાં ૧૨ જેટલા કેમેરાઓ લગાવી દેવાયા છે તેમ જ વિવિધ સુવિધાઓ થી સજ્જ કરી દેવામાં આવ્યું છે ગુજરાત અને પંજાબ વચ્ચે ના ખેલાડીઓ આજે સાંજ સુધી વલસાડ પહોંચ્યા બાદ તેઓની પ્રેક્ટિસ શરૂ કરશે તો કેટલાક આવી પહોંચેલા ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી


Body:વલસાડ શહેરમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ઉપરથી આગામી તારીખ 19 જાન્યુઆરી થી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચની શરૂઆત થશે જેને લઇને હવે સરદાર પટેલ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી જશે વલસાડના સ્ટેડિયમ ઉપર અત્યાર સુધીમાં બીસીસીઆઈ ની 39 રણજી ટ્રોફી સહિત કુલ ૮૦ મેચો રમાઇ ચૂકી છે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર રણજી ટ્રોફીની તૈયારીના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોમેન્ટ્રી બોક્સ બોક્સ mediabox સહિત વ્યવસ્થાઓ ઊભી કરાઇ છે 19 તારીખથી શરૂ થનારી આ મેચ માટે પંજાબ અને ગુજરાતના કેટલાક ખેલાડીઓ આવી પહોંચ્યા હતા અને તેમણે આજે વહેલી સવારથી સ્ટેડિયમના ગ્રાઉન્ડ ઉપર નેટ પ્રેકટીસની શરુઆત કરી હતી મહત્વનું છે કે ટીમ ઇન્ડિયામાં રમનારા અનેક જાણીતા ચહેરાઓ પણ આ મેચમાં રમવા માટે આવશે જેમાં ગુજરાતની ટીમ મા ભારતી પટેલ અક્ષર પટેલ પિયુષ ચાવલા જ્યારે પંજાબની ટીમ shubman gill સિધ્ધાર્થ કોલ મંદીપ સિંઘ જેવા ક્રિકેટરો નો સમાવેશ થાય છે


Conclusion:નોંધનીય છે કે ગુજરાત અને પંજાબ આ બંને ટીમ માટે મેચ જીતવી ખૂબ જ મહત્વની છે તેથી અમે જ ખૂબ જ રસાકસીભરી હોઈ શકે છે તો સાથે જ વલસાડની જનતા માટે અને ક્રિકેટ પ્રેમીઓ માટે વિનામૂલ્યે મેચ નિહાળવા મળશે સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં ૩૯ જેટલી રણજી ટ્રોફી મેચ ઉપરાંત ડીલિપ ટ્રોફી દેવધર ટ્રોફી કૂચબિહાર ટ્રોફી જેવી અનેક મેચ યોજાઇ ચૂકી છે તેમજ અહીં જાણીતા ક્રિકેટરો પણ અત્યાર સુધીમાં ક્રિકેટ રમી ચૂક્યા છે જેમાં સૌરવ ગાંગુલી સચિન તેંડુલકર રવિ શાસ્ત્રી યુવરાજ સિંહ જેવા અનેક ખેલાડીઓ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમમાં પોતાનો કસબ અજમાવી ચૂક્યા છે ત્યારે આજે આવી પહોંચેલા તમામ ખેલાડી નેટ પ્રેક્ટિસ કરી હતી


બાઈટ _01 જનક દેસાઈ (બી ડી સી એ વલસાડ મંત્રી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.