વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા પેન ઇન્ડીયા સાઇકલ રેલીનું આયોજન NCC દ્વારા વલસાડની બી.કે.એમ સાઇન્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના NCCના 24 જેટલા કેડેટ્સ પણ જોડાયા હતા. વલસાડ બી.કે.એમ. સાયન્સ કોલેજના કેમ્પસથી આ રેલીની શરૂઆત થઇ હતી. જે નવસારી સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્વરછતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ રેલીનો મુખ્ય હેતુ આવનારી 2 ઓક્ટોબર સુધીમાં ક્લીન ઇન્ડિયા બનાવવાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ સહિત સ્થાનિકો જોડાયા હતા.
નોંધનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ પેન ઇન્ડિયા સાયકલ રેલીનું ભવ્ય આયોજન વલસાડથી કરવામાં આવ્યું હતું.