ETV Bharat / state

કપરાડામાં તંત્રની બેદરકારીને લીધે વરસાદી પાણી ઘરમાં ઘુસ્યા - kaprada

વલસાડઃ કપરાડા તાલુકાના આમધા આવેલા ઉપલા ફળિયામાં ત્રણ માસ અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય માર્ગ ઉપર એક નાળુ બનાવવામાં આવ્યું હતું. જો કે રોડની બાજુમાં જ આવેલા એક ઘરને તે સમયે ધ્યાન પર લેવાયુ નહોતું. જેના કારણે હાલ પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય કે વરસાદી પાણી નાળાની આગળ ઘેરાઈ જતાં સમગ્ર પાણીનો પ્રવાહ નજીકમાં આવેલા ઘરમાં ત્રણ ફૂટ સુધી ફરી વળે છે. જેથી ઘરમાં રહેનારા લોકોની સ્થિતિ દયનીય બની જાય છે.

vs
author img

By

Published : Jul 6, 2019, 8:21 PM IST

કપરાડા તાલુકાના આમધા ગામે ઉપલા ફળિયામાં રહેતા ગણપતભાઇ જાપનાભાઈ વાઘમાર્યાનું ઘર રોડની નજીકમાં જ આવેલું છે. અહીં રોડની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની એક કાંસ પસાર થાય છે. જ્યાં ચોમાસા દરમિયાન આવન-જાવન માટે લોકોને મુશ્કેલી દૂર કરવા માટે એક નાળુ નાખી તેના ઉપર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે નજીકમાં આવેલા આ ઘરનું ધ્યાન ન રાખતા તેમ જ બ્રિજમાં પાણીના નિકાલ માટે માત્ર ત્રણ જેટલા નાના ઓળખવામાં આવતા અહીં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ઘેરાઈ જતું હોય છે. જેને લઇને પહેલા વરસાદમાં જ પાણીથી ઘેરાઈ જતા નજીકમાં આવેલા આ ગણપતભાઇના ઘરમાં વરસાદી પાણી ત્રણ ફૂટ જેટલું ઘૂસી ગયું હતુ.

કપરાડા તાલુકાના આમધા ગામે વરસાદી પાણીના નિકાલ માટે નાળુ નખ્યું તો વરસાદી પાણી ઘર માં ઘુસ્યા

ગણપતભાઇના ઘરમાં આવેલા રસોડામાં જુલાઈ સુધી પાણી ફરી વળતા તેઓને રસોઈ બનાવવાની મુશ્કેલી સર્જાઈ હતી. તેમજ ઘરમાં કેટલીક ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું. ગણપત ભાઈનું કહેવું છે કે, જ્યારે આ નાળું બનાવવામાં આવ્યું તે સમયે કોન્ટ્રાક્ટરને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં આગળ માત્ર ત્રણ નાળાઓ ન નાખે પરંતુ વધુ બે નાળા ઉમેરી પાંચ જેટલા નાંખવામાં આવે તો વરસાદી પાણી અહીંથી સરળતાથી નીકળી શકે એમ છે. પરંતુ તેમ છતાં માત્ર ત્રણ નાળા નાંખી તેના ઉપર બ્રિજ બનાવી દેવાયો હતો અને હવે પરિસ્થિતિ એટલી વિકટ બને છે કે વરસાદી પાણી નાળા માંથી પસાર થતા અહીં એકત્ર થઈ જાય છે અને ગણપતભાઇ ના ઘરના ઓટલા ઉપર તેમજ તેમની પાછળના ભાગે આવેલા રસોડામાં ત્રણ ફૂટ જેટલું પાણી ફરી વળે છે.

જેને લઇને તેઓની મુશ્કેલી વધી ગઈ છે. હજુ તો ચોમાસાના બે મહિના બાકી છે, ત્યારે તેઓની માંગ છે કે, તેમની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં જો વરસાદ વધુ આવશે તો ચોક્કસ તેમના ઘરમાં કમ્મર સુધીના પાણી ફરી વળે એવી દહેશત છે. જેથી તાત્કાલિક ધોરણે અહીં સુચારૂ વ્યવસ્થા કરી આપવામાં આવે. આ અંગે તેઓએ ગામના સરપંચને પણ રજૂઆત કરી છે.

Intro:કપરાડા તાલુકાના આમધા આવેલા ઉપલા ફળિયામાં ત્રણ માસ અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય માર્ગ ઉપર એક નાડું બનાવવામાં આવ્યું હતું જોકે રોડની બાજુમાં જ આવેલા એક ઘરને તે સમયે ધ્યાન પર લેવામાં ન આવતા હાલ પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય કે વરસાદી પાણી નાળાની આગળ ઘેરાઈ જતા સમગ્ર પાણીનો પ્રવાહ નજીકમાં આવેલા ઘરમાં ત્રણ ફૂટ સુધી ફરી વળે છે જેને લઇને અહીં ઘરમાં રહેનારા લોકોની સ્થિતિ દયનીય બની જાય છે

Body:કપરાડા તાલુકાના આમધા ગામે ઉપલા ફળિયામાં રહેતા ગણપતભાઇ જાપના ભાઈ વાઘ માર્યા જેઓનું રોડની નજીકમાં જ કરશે અને રોડની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની એક ખડકી પસાર થાય છે અહીં ચોમાસા દરમિયાન આવન-જાવન માટે લોકોને મુશ્કેલી પડી રહી હતી તે બાબતે લોકોએ રજૂઆત કરતાં અહીં આગળ તાલુકા પંચાયત દ્વારા એક નાડું નાખી તેના ઉપર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ તે સમયે નજીકમાં આવેલા આ ઘરનું ધ્યાન ન રાખતા તેમ જ બ્રિજમાં પાણીના નિકાલ માટે માત્ર ત્રણ જેટલા નાના ઓળખવામાં આવતા અહીં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ઘેરાઈ જતું હોય છે જેને લઇને પહેલા વરસાદમાં જ પાણીથી ઘેરાઈ જતા નજીકમાં આવેલા આ ગણપતભાઇ ના ઘરમાં વરસાદી પાણી ત્રણ ફૂટ જેટલું ઘૂસી ગયું હતું ગણપતભાઇ ના ઘરમાં આવેલા રસોડામાં છે જુલાઈ સુધી પાણી ફરી વળતા તેઓને રસોઈ બનાવવા તેમજ ઘરમાં કેટલીક ઘરવખરીને પણ તેઓ નુકસાન પહોંચ્યું હતું ગણપત ભાઈ નું કહેવું છે કે જ્યારે આ નાળું બનાવવામાં આવ્યું તે સમયે કોન્ટ્રાક્ટરને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં આગળ માત્ર ત્રણ નાળાઓ ન નાખે પરંતુ વધુ બે નાના ઉમેરી પાંચ જેટલા નાંખવામાં આવે તો વરસાદી પાણી અહીંથી આસાની થી નીકળી શકે એમ છે પરંતુ તેમ છતાં પણ માત્ર ત્રણ નાંખી તેના ઉપર બ્રિજ બનાવી દેવાયો હતો અને હવે પરિસ્થિતિ એટલી વિકટ બને છે કે વરસાદી પાણી નાના માંથી પસાર થતા અહીં એકત્ર થઈ જાય છે અને ગણપતભાઇ ના ઘરના ઓટલા ઉપર તેમજ તેમની પાછળના ભાગે આવેલા રસોડામાં છેક જુલાઈ સુધી ત્રણ ફૂટ જેટલું પાણી ફરી વળે છે જેને લઇને તેઓની પરેશાની વધી ગઈ છે હજુ તો ચોમાસાના બે મહિના વિધવાના બાકી છે ત્યારે તેઓની માંગ છે કે તેમની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં જો વરસાદ વધુ આવશે તો ચોક્કસ તેમના ઘરમાં કમ્મર સુધીના પાણી ફરી વળે એવી દહેશત એ વ્યક્ત કરી રહ્યા હતા

Conclusion:ઉપલા ફળિયામાં જવા માટે સ્થાનિક લોકોએ વરસાદી પાણી ની ખડકી ઉપર નાળુ બનાવવા માટેની રજૂઆત કર્યા બાદ અહીં વિકાસ તો કરવામાં આવ્યો પરંતુ વિકાસ એટલી હદે થઈ ગયો કે તે વિકાસ ગણપતભાઇ ના ઘર માં સુધી ઘુસી ગયો છે અને હાલ ચોમાસાને લઈને ગણપતભાઇ ની સ્થિતિ દયનીય બની છે જોકે આ સમગ્ર બાબતે આજે તેઓ સરપંચ સુધી મુલાકાત કરી આવ્યા પરંતુ તેઓને માત્ર હતાશા જ સાંપડી હતી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.