ETV Bharat / state

વલસાડમાં સતત વરસાદ ડાંગરના પાકમાં નુકશાન નોતરી શકે છે

author img

By

Published : Sep 21, 2019, 11:34 AM IST

વલસાડ: જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વળી સામાન્ય રીતે ભાદરવો પૂર્ણ થતાં અને આસો માસ નજીક આવતા ખેડૂતોના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈ જાય છે. ડાંગરના છોડમાં દાણા બેસી જાય છે ત્યારે હવે એવામાં જો વરસાદ આવે તો ખેડૂતોની ચિંતામાં ચોક્કસ વધારો થાય એમ છે. કારણ કે, ઉભા પાકને વરસાદના પાણીથી નુકશાન થવાની દહેશત વધી છે.

Valsad

વલસાડ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો ડાંગરની ખેતી ઉપર નભે છે. જિલ્લામાં અનેક સ્થળે ડાંગરનો પાક ખેતરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે સતત વરસી રહેલો વરસાદ હવે ખેડુતો માટે આફત બની શકે એમ છે. કારણ કે, ભાદરવા માસમાં જ્યાં ડાંગરના પાક ઉપર દાણા બેસી જતા હોય ત્યારે જો વરસાદ આવે તો એમાં જીવાત પડવાની કે ચોખા કાળા થઈ જવાની શકયતાઓ વધી જાય છે. કેટલાક ખેતરોમાં વરસાદને પગલે તેનો પ્રારંભ પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે હવે પછી જો વધુ વરસાદ વરસે તો નક્કી ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવે એમ છે.

વલસાડમાં સતત વરસાદ ડાંગરના પાકમાં નુકશાન નોતરી શકે છે

જિલ્લા પંચાયત સભ્ય અને ખેડૂત શિવાજીભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદને પગલે ડાંગરના પાકને 30 ટકા નુકશાન પોહચ્યું છે. આખું વર્ષ જે પાક ઉપર ખેડૂત આધાર રાખતો હોય અને એ જ નિષ્ફળ જાય તો ખેડૂત પાયમાલ બને છે. આગામી દિવસમાં હજુ પણ વરસાદ આવશે એવી આગાહીઓ થઈ રહી છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Intro:વલસાડ જિલ્લામાં અત્યાર સુધી માં સિઝન નો સૌથી વધુ વરસાદ નોંધાયો છે વળી સામાન્ય રીતે ભાદરવો પૂર્ણ થતાં અને આસો માસ નજીક આવતા ખેડૂતોના ખેતરો માં ડાંગર નો પાક માં ડાંગર તૈયાર થઈ જતું હોય ડાંગર ના દાણા બેસી જતા હોય છે ત્યારે હવે એવા માં જો વરસાદ આવે તો ખેડૂતોની ચિંતા માં ચોક્કસ વધારો થાય એમ છે કારણ કે ઉભા પાક ને વરસાદ ના પાણી થી નુકશાન થવાની દહેશત વધી છે

Body:વલસાડ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો ડાંગરની ખેતી ઉપર નભે છે જિલ્લામાં અનેક સ્થળે ડાંગર નો પાક ખેતરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આભ માંથી સતત વરસી રહેલો વરસાદ હવે ખેડુતો માટે આફત બની શકે એમ છે કારણ કે ભાદરવા માસ માં જ્યાં ડાંગર ના પાક ઉપર દાણા બેસી જતા હોય ત્યારે જો વરસાદ આવે તો એમાં જીવાત પડવાની કે ભાત કાળું થઈ જવાની શકયતા ઓ વધી ગઈ છે કેટલાક ખેતરો માં વરસાદને પગલે તેનો પ્રારંભ પણ જોવા મળી રહ્યો છે જેને કારણે હવે પછી જો વધુ વરસાદ વરસે તો નક્કી ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવે એમ છે

Conclusion:જિલ્લા પંચાયત સભ્ય શિવાજી ભાઈ એ જણાવ્યું કે આ વર્ષે વરસાદ ને પગલે 30 ટકા ડાંગર ના પાક ને નુકશાન પોહચ્યું છે આખું વર્ષ જે પાક ઉપર ખેડૂત આધાર રાખતો હોય અને એને જ નુકશાન સહન કરવું પડે તો સ્થિતિ કફોડી બની છે વળી આગામી દિવસ માં હજુ પણ વરસાદ આવશે એવી આગાહી ઓ કરવામાં આવી રહી હોય ત્યારે ચોક્કસ પણે ખેડૂતો ની મુશ્કેલી માં વરસાદ વધારો કરાવશે

બાઈટ 1 શિવાજી ભાઈ ખેડૂત (જી.પં. સભ્ય)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.