પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના બોર્ડી રોડ નજીક રેલવે ટ્રેક ઉપર બનતા ફ્લાઈઓવરના ચાલુ કામ દરમિયાન અચાનક બ્રીજ પર મુકાયેલા લોખંડના ગડર રેલવે લાઈન ઉપર પડ્યા હતા. ભારે પવન ફૂંકાતા આ ગડર ઉડીને નીચે પડ્યા હતા.
જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેનો બે કલાક બંધ રહ્યો હતો, બીજીતરફ મોટી જાનહાની ટળી છે. કારણ કે જે સમયે આ ગડર નીચે પડ્યા તેની એક મિનિટ પહેલા જ ત્યાંથી ગુડ્સ ટ્રેન પસાર થઈ હતી. બાદમાં અહીં ગડર હટાવી તંત્ર દ્વારા મરમત કામગીરી કરાઈ હતી. જેથી રેલવેની સેવા ફરી શરૂ થઈ હતી. પરંતુ આ બે કલાક વચ્ચે હજરો મુસાફરો અટવાયા હતા.