ETV Bharat / state

લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના, "પછી કહેતા નહીં કે..." - કોવિડ 19 ન્યૂઝ

કોરોના વાઈરસના પ્રકોપ સામે દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરાયું છે. આ વખતે પોલીસ પણ સખ્તાઈથી લોકોને તેનું પાલન કરાવવા માગે છે. આ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં પોલીસ વાહન સાથે દરેક સોસાયટીમાં લોકડાઉનની જાહેર સૂચનાનું એનાઉન્સમેન્ટ કરાયુ હતું. પોલીસે જાહેર સૂચનમાં તાકીદ કરી હતી કે, કોઈપણ વ્યક્તિ વગર કામે વાહન લઈને બહાર નીકળશે તો વાહન ડિટેઇન થશે. પછી કહેતા નહીં કે, સાહેબ મારે આ કામ હતું.

લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના
લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના
author img

By

Published : Apr 17, 2020, 12:11 PM IST

વાપીઃ ટાઉન વિસ્તારમાં વાપી પોલીસ મથક દ્વારા દરેક સોસાયટી, શેરીઓ અને જાહેર માર્ગ પર લોકડાઉનના બીજા તબક્કાના કડક જાહેરનામાની જાહેરાત કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકના કર્મચારીઓએ ગુરુવારે રાત્રે શહેરની વિવિધ સોસાયટીમાં જઇ માઇક દ્વારા એલાન કર્યું હતું કે, શહેર-સોસાયટીના કોઈપણ વ્યક્તિ વગર પરમિશને વાહન લઈને જાહેર માર્ગ પર ફરતો જોવા મળશે તો તેનું વાહન ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવશે.

લોકડાઉન: વાપી પોલીસની જાહેર સૂચના, "પછી કહેતા નહિ".. જૂઓ વીડિયો..
વગર કામે બહાર નીકળેલ કોઈપણ વ્યક્તિ હશે તો પોલીસ તેનું કશું જ નહીં સાંભળે એટલે આ જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી રહી છે. પછી કહેતા નહિ કે, સાહેબ મારે ફલાણું કામ હતું ને ઢીકણું કામ હતું? પોલીસે ઉપરાંત શહેરીજનોને એવી સૂચના પણ આપી હતી કે, લોકોએ સોસાયટીમાં પણ ભેગા થવાનું નથી. પોલીસ સોસાયટીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. અને જરૂરું પડ્યે દરેક સોસાયટીના cctv કેમેરા પણ ચેક કરશે. જેમાં ટોળટપ્પા કરતા જે લોકો પકડાશે તેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવશે. પોલીસે આ કડક સૂચન સાથે હૈયાધારણા પણ આપી હતી કે, કોરોના મહામારીમાં વોરિયર્સની ભૂમિકામાં પોલીસ તેમની સાથે છે. જે રીતે 21 દિવસનું પહેલું લોકડાઉન પૂરું થઈ ગયું એ જ રીતે આ 19 દિવસ પણ શાંતિથી પસાર થઈ જશે. પોલીસ આશા રાખે છે કે, લોકો સહકાર આપે સ્વસ્થ રહે, સલામત રહે હસતા રહે બહાર નીકળવાને બદલે ઘરમાં રહે. પોલીસના જાહેર એનાઉન્સમેન્ટ દરમિયાન વાપીની તમામ સોસાયટીઓમાં શહેરીજનોએ તાળીઓનો ગડગડાટ અને કીકીયારીઓ કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.