જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક શ્રી ડૉક્ટર પરેશ દવે આજે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. પરેશ દવે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં આરબીએસકે પ્રોગ્રામ દ્વારા થતી કામગીરીઓ અંગે વિશેષ ચર્ચાઓ અને રીવ્યુ લીધા હતા. સાથે જ વલસાડ જિલ્લામાં રૂરલ હેલ્થ મેલેરિયા ટી.બી. આરબીએસકે નેશનલ હેલ્થ મિશન વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ દ્વારા જિલ્લામાં થયેલી કામગીરીની માહીતીઓ જોઈ વિશેષ ચર્ચાઓ કરી હતી.જરુરી જણાય ત્યાં અધિકારીઓને વિશેષ સુચનો પણ કર્યા હતા. બેઠક બાદ તેમણએ વલસાડ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લઈ વિશ્લેષણ પણ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાછલા કેટલાક સમયમાં સરકારી યોજના અંગે કરવામાં આવેલી વિશેષ કામગીરીઓ કરવામાં આવી છે તેથી જ તેના વિશેષ નેતાઓની જાણકારી માટે અધિક નિયામકની અધ્યક્ષતામાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.