વલસાડ : જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. બારીયાની વલસાડ LIB શાખામાં બદલી કરવામાં આવી છે. તેના સ્થાને LIB પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. મકવાણાની નિમણૂક કરવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રજદીપસિંહ ઝાલાના આ આદેશથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. વાપી ટાઉનમાં સોમવારે PSIએ. ડી. મ્યાત્રાએ પ્રોહીબિશનના કેસમાં 4 આરોપીઓ પૈકી એક જ આરોપી સામે કાર્યવાહી કરી 3 આરોપીને છોડી મૂક્યા હતાં. જે અનુસંધાને DSP ડૉ. રજદીપસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકના CCTV ફૂટેજ ચેક કરી મ્યાત્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જે બાદ મંગળવારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. બારીયાની બદલી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાએ ટાઉન PIએસ. જે. બારીયાને વલસાડ LIBમાં ટ્રાન્સફર કરી તેના સ્થાને અગાઉ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ધરમપુર CPI તેમજ LIBમાં ફરજ બજાવતા આર. ડી. મકવાણાની નિંમણૂક કરવાના આદેશ આપ્યાં છે.
સસ્પેન્ડ PSI એ. ડી. મ્યાત્રાને રિટાયર્ડ થવા માંડ 10 મહિના જ બાકી હતાં. તે પહેલા જ આરોપીઓ સામે કાર્યવાહી ન કરવાના પ્રકરણમાં ફસાયા છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. બારીયાના રિટાયર્ડ થવા 6 મહિના બાકી છે. આ સમગ્ર કેસમાં PSIએ આરોપીઓ પાસેથી કાર્યવાહી ન કરવાના 5 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.