ETV Bharat / state

Make In India હેઠળ વાપીના યુવાને તૈયાર કર્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ - Lack of oxygen

દેશમાં કોરોના મહામારી દરમ્યાન મેડિકલ ઓક્સિજનની અછતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સારી ક્વોલિટીના PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની ટેકનોલોજી વિકસી છે. વાપીના યુવાન પ્રેમલ પટેલે હાલ આ ટેકનોલોજી આધારે એવા પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે તેમજ કેટલીક પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોએ આ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે ઓર્ડર આપતા વાપીના યુવાને દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.

make in india
Make In India હેઠળ વાપીના યુવાને તૈયાર કર્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ
author img

By

Published : Aug 7, 2021, 10:13 AM IST

  • વાપીના યુવાને બનાવ્યો PSA ઓક્સિજન પ્લાન્ટ
  • કોરોના કાળમાં હવે હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી નહિ સર્જાઈ
  • સરકારે અને પ્રાઇવેટ હોસ્પિટલોએ આપ્યા 100 મશીનના ઓર્ડર

વાપી: વલસાડ જિલ્લાના વાપીનું નામ હવે PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે દેશભરમાં રોશન થયું છે. આ કામ વાપીના કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કર્યું છે. પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેંડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું.

મીની ઓક્સીઝન પ્લાન્ટ

કોરોના કાળમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી. જે ધ્યાને આવ્યા બાદ મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્રેમલ પટેલે અને તેની ટીમે તે દિશામાં સંશોધન હાથ ધરી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ બિઝનેસ હેઠળ PSA બેઝ 100 LPM (Litter per minute) થી લઈને 2000 LPM સુધીના મીની ઓક્સીઝન પ્લાન્ટ તૈયાર કરવાની ટેકનોલોજી વિકસિત કરી છે. આ અંગે કંપનીના MD પ્રેમલ પટેલે વિગતો આપી હતી કે આ હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટ છે. જેમાં વિશ્વવિખ્યાત Pressure Swing Adsorption (PSA ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Make In India હેઠળ વાપીના યુવાને તૈયાર કર્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડ મુદ્દે રાજકારણ ગરમ, વિપક્ષોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા કરી માંગ

વિશેષ સંશોધન બાદ વિકસાવી ટેકનોલોજી

પ્રેમલ અને તેનો પરિવાર 10 વર્ષથી મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં ઓક્સિજનની ખૂબ જ અછત વર્તાઈ રહી હોવાનું સતત તેમના ધ્યાને આવી રહ્યું હતું. જેનાથી પ્રેરિત થઈને તેમની ટીમે વિશેષ સંશોધન કરી આ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીના આધારે તેમણે કોમર્શિયલ બેઝ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેને રાજ્યના અનેક PHC, CHC, સરકારી હોસ્પિટલો, નાની મોટી પ્રાઇવેટ હોસ્પીટલોમાં સપ્લાય કરી રહ્યા છે. આ ટેકનોલોજીની મદદથી મેડિકલ ઓક્સિજનની તંગી નિવારી શકાય છે.

સરકારે લોન અને ઓર્ડર પુરા પાડ્યા

ઓક્સિજન પ્લાન્ટની કેપેસીટી વધારવા માટે સરકારે પણ સ્ટાર્ટ અપ ઈન્ડિયા હેઠળ વિશેષ લોનની સગવડ આપી મેક ઇન ઇન્ડિયા હેઠળ ઓર્ડર પણ પૂરા પાડ્યા છે. હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકાર ઉપરાંત અન્ય પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલોએ તેમને 100 જેટલા ઓર્ડર આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ મશીન સંપૂર્ણ ઓટોમેટિક છે. જે હવામાંથી ઓક્સિજન મેળવી મેડિકલ ઓક્સિજન પૂરો પાડે છે. મશીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે તે વિઝન હેઠળ IOT ડિવાઇસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ મશીન દેશના કોઇપણ સ્થળે કામગીરી બજાવતું હશે તો પણ તેનો સંપૂર્ણ ડેટા કંટ્રોલ રૂમમાં મળી શકે છે.

આવા પ્લાન્ટની ડિમાન્ડ વધુ હશે તેવી આશા

હાલમાં મેડિકલ ઓક્સિજનની ખૂબ જ ડિમાન્ડ છે. પહેલા સિલિન્ડર બેજ ઓક્સિજન પર દેશ નિર્ભર હતો. હવે આ પ્રકારના મેડિકલ પ્લાન્ટ તૈયાર થતા હોય, PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ વધુ પ્રચલિત બની રહ્યા છે. અને આગામી દિવસોમાં તેની વધુ ડિમાન્ડ હશે તેવી આશા પ્રેમલ પટેલે સેવી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા

ઓક્સિજન પ્લાન્ટથી થયું રોજગારીનું સર્જન

વાપીની GIDC માં આવેલ કેલીટેક બાયોટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તૈયાર થનારા આ પ્લાન્ટનો ઓર્ડર હાલમાં જ સુરતના મહુવા ખાતે આવેલ પીએચસી સેન્ટર માટે ગુજરાત સરકાર તરફથી મળ્યો છે. જેથી મશીનને રવાના કરતા પહેલા હિન્દુ માન્યતા મુજબ પૂજા અર્ચના કરી હતી. પ્રેમલ પટેલ દર મહિને આવા 50 પ્લાન્ટ તૈયાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમની કંપનીમાં 120 કામદારોને રોજગારી પૂરી પાડે છે. એક સમયે દેશમાં ઓક્સિજનની તંગીને કારણે અનેક દેશવાસીઓ કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. પરંતુ હવે આ જ ઓક્સિજન માટેના પ્લાન્ટથી દેશના નાગરિકોને રોજગારી મળી રહી છે. અને દર્દીઓના જીવ બચી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.