ETV Bharat / state

યોજનાના સરવે માટે આવેલી ટીમને ગામવાસીઓએ 2 કલાક દોડાવી, ડ્રોન જપ્ત - Dharampur Police

વલસાડના મોહના કાવચાલી ગામમાં સ્વામિત્વ યોજનાનો (swamitva yojana gujarat) સરવે કરવા આવેલી ટીમને અનેક મુશ્કેલીનો સામનો (Property Cards Survey in Valsad) કરવો પડ્યો હતો. અહીં સ્થાનિકોએ ટીમના ડ્રોન કબજે લઈ લીધા હતા. ત્યારબાદ અધિકારીઓએ 2 કલાક સુધી સ્થાનિકોને સમજાવ્યા પછી મામલો થાળે પડતા સરવે કરવા મળ્યો હતો.

યોજનાના સરવે માટે આવેલી ટીમને ગામવાસીઓએ 2 કલાક દોડાવી, ડ્રોન જપ્ત
વલસાડમાં યોજનાના સરવે માટે આવેલી ટીમને ગામવાસીઓએ હંફાવી નાખી, ધરમપુરના મોહના
author img

By

Published : Dec 26, 2022, 12:40 PM IST

યોજનાના સરવે માટે આવેલી ટીમને ગામવાસીઓએ 2 કલાક દોડાવી, ડ્રોન જપ્ત

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોહના કાવચાળી ગામમાં (Mohna Kavchali village valsad) પ્રોપર્ટી કાર્ડનો (Property Cards Survey in Valsad) ડ્રોન સરવે કરવા ટીમ પહોંચી હતી. જોકે, આ ટીમને અટકાવી તેમની પાસે રહેલા ડ્રોન કેમેરા ભરેલી બેગ સ્થાનિકોએ લઈ લીધી હતી. સ્થાનિકોને એવું લાગ્યું કે, આ ટીમ તાપી પાર નર્મદા લિન્ક પ્રોજેક્ટ (par tapi narmada link project)નો સરવે કરવા આવી છે. જોકે, ત્યારબાદ 2 કલાકની જહેમત બાદ સ્થાનિકોને વર્કઓર્ડર અને સરકારી ઓર્ડર બતાવ્યા પછી સ્થાનિકોએ કબજે લીધેલા ડ્રોનની પેટી સહીસલામત પરત કરી હતી.

નર્મદા તાપી રિવર લિંક વિરોધ દર્શાવતા ગામમાં ફરી ડ્રોન ઉડ્યા ધરમપુરના અંતરિયાળ ગામોમાં નર્મદા તાપી પાર રિવર લિન્ક પ્રોજેક્ટનો (par tapi narmada link project) પ્રચંડ વિરોધ નોધાઈ રહ્યો છે, ત્યારે થોડા દિવસોથી વિરોધ થઈ રહેલા અનેક ગામોમાં રાત્રિ દરમ્યાન ડ્રોન ઉડી રહ્યા હોવાનું જણાઈ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમ જ એવી પણ વાતો વહેતી થઇ હતી કે, રાત્રિ દરમિયાન ડેમ બાબતે સરવે થઇ રહ્યો છે. જોકે, સરકારી ડ્રોન રાત્રે ઉડતા નથી એ બાબતે તાલુકા વિકાસ આધિકારીએ ખૂલાસો કર્યો હતો.

લોકોએ કામગીરી અટકાવી દીધી જોકે મોહના કાવ્ચાલી ગામે (Mohna Kavchali village valsad) વહેલી સવારે 2 વાહનોમાં આવેલા કેટલાક લોકો ડ્રોન દ્વારા સરવે કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. નર્મદા તાપી પાર રીવર લીંક પ્રોજેક્ટનો (par tapi narmada link project) ચોરીછૂપી ડ્રોન દ્વારા સરવે કરવામાં આવી રહ્યો હોવાનું માની બેઠા હતા. ત્યારે સ્થાનિકોએ સરવે કરવા 2 કારમાં આવેલા લોકોને અટકાવીને તેમની પાસે રાખેલી ડ્રોન ભરેલી પેટી કબજે લઈ તેઓની કામગીરી અટકાવી દીધી હતી.

અધિકારીઓ સ્થળ ઉપર દોડતા થયા વલસાડ ડીઆઈએલઆર વિભાગના આધિકારી તાલુકા વિકાસ આધિકારી હથિવાલા અને ધરમપુર (Dharampur Police) PSI પ્રજાપતિ સહીતનો કાફલો મોહના કાવાચાલી ગામે (Mohna Kavchali village valsad) પહોચ્યો હતો. તેમ જ નર્મદા તાપી રિવર લિન્ક વિરોધ (par tapi narmada link project) કમિટીના દેવું મોકાસી સાથે વાતચીત કરતા તેમણે પ્રથમ અધિકારી પાસે અનુસૂચી પાંચ વિસ્તારમાં સરવે માટે ગ્રામ પંચાયતમાં સરપંચને કોઈ જાણકારી વિના સરવે ટીમ કઈ રીતે ગામમાં આવી શકે. વળી તેઓને અટકાવી પૂછતાં તેઓ સરવે ટીમના વ્યક્તિએ પણ કોઈ જાણકારી આપી ન હોય સ્થાનિકોએ તેમને અટકાવી તેમની વસ્તુઓ કબજે લીધી હતી, જે બાદ સ્થાનિકોએ હોબાળો કરતા સરકારી આધિકારી દોડતા થયા હતા.

આ પણ વાંચો જામનગરને બનાવો નંબર વન, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022ના સર્વેમાં

વલસાડ DLRIના અધિકારીએ સાચી માહિતી આપતા મામલો થાળે પડ્યો જોકે, વલસાડ DILR વિભાગના પ્રશાંત સોની આધિકારી આવ્યા. તેમણે સરકારી વર્ક ઓર્ડર અને સ્વામિત્વ યોજના (swamitva yojana gujarat) અંગે જાણકારી આપી હતી. તેમ જ TDOએ સોમવારે દરેક સરપંચ સાથે બેઠક યોજી જાણકારી આપવા અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાહેંધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. તેમ છતાં લોકોએ કહ્યું કે, અમારા ગામમાં આવા કોઈ સરવેની જરૂર નથી અને હવે પછી પણ ગામમાં કોઈ સરવે માટે આવશે. ગ્રામ પંચાયતનો ઠરાવ લઈને આવે નહીં તો એમની સાથે કોઈ ઘટના બને ઓ તેમની જવાબદારી ગ્રામજનોની રહેશે નહિ આજે સેંકડો લોકો એકત્ર થઇ ગયા હતા

ટીડીઓ દ્વારા ગ્રામજનોને જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ સ્વામિત્વ યોજના (swamitva yojana gujarat) અંગે TDO દ્વારા કોઈ પણ ગામ લોકો કે સરપંચોને જાણ કરાઈ નહોતી, જેથી મુશ્કેલી ઉભી થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. ધરમપુર તાલુકા 40 ગામોમાં સ્વામિત્વ યોજના (swamitva yojana gujarat) અંતર્ગત ખેડૂતોને પ્રોપર્ટી કાર્ડ આપવાની (Property Cards Survey in Valsad) યોજના સરકાર દ્વારા અમલમાં આવવાની હોવાથી દરેક ગામે ગામતળની જમીનનું ડ્રોન દ્વારા સરવે કરવા માટેની કામગીરી મહારાષ્ટ્રની કોઈ એજન્સીને આપવામાં આવી છે.

40 ગામમાં થઈ ચૂક્યો છે સરવે અહીં અત્યાર સુધીમાં કુલ ધરમપુરના 40 ગામો અને વલસાડ તાલુકાના 43 ગામોમાં આ સરવે થઇ (Property Cards Survey in Valsad) ચૂક્યો છે. વળી તાલુકા વિકાસ અધિકારીને ધરમપુરના ધામણી પેણઢાં મોહના કાવચાળી જેવા (Mohna Kavchali village valsad) ગામોમાં નર્મદા પાર તાપી રીવર લીંકનો (par tapi narmada link project) વિરોધ છે તેવી જાણકારી હોવા છતાં પણ તાલુકા વિકાસ આધિકારીએ આ તમામ ગામોના લોકોને જાણકારી આપ્યા વિના જ સરવે કરાતા સમસ્યા ઊભી થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો

2 કલાકની રકઝક બાદ મામલો થાળે પડ્યો PSI, તાલુકા વિકાસ આધિકારી અને DILR વિભાગના આધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ 2 કલાકની રકઝક પછી વર્ક ઓર્ડર અને યોજનાની હકીકત સમજાવતા લોકો માન્યા અને અંતે સ્થળ ઉપર થી લોકોએ લીધેલો સામન પરત કર્યો હતો. જોકે, આ વિસ્તારમાં સરવે નહીં કરવા દઈએ એવો એક સૂરે સ્થાનિક ગામોમાં સૂર ઉઠ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.