કપરાડા તાલુકાના 128 ગામોને આવરી લેતી આ પોસ્ટ ઓફીસનું 20 વર્ષ જુનું મકાન અતિ જર્જરિત હાલતમાં છે. છેલ્લા 4 વર્ષથી ચોમાસાનાં 4 માસ અહીં સ્થિતિ અતિ દયનિય બની જાય છે કે, કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીને છત ઉપર પ્લાસ્ટિક બાંધી નીચે બેસવું પડે છે. અહીં મોટા ભાગનું કામ કોમ્પ્યુટર ઉપર કરવામાં આવતું હોવાથી ઈલેક્ટ્રોનિક સાધનોને મકાનની છતમાંથી પડતા પાણીથી બચાવવા માટે વૈકલ્પિક રીતે પ્લાસ્ટિક બાંધવાની ફરજ પડે છે.
રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સહિત દરેકની ટપાલો અહીંથી જ આવતી હોવા છતાં તેમને પણ આ સમસ્યા દૂર કરવામાં કોઈ જ રસ ન હોય તેવું આ પોસ્ટ ઓફિસના દ્રશ્યો જણાવી રહ્યા છે.