આ અંગે મળતી વિગત મુજબ બુધવારે બપોરે બાર વાગ્યા આસપાસ GJ15-DC-6880 નંબરની એકટીવા બાઈક પર કોચરવાનો એક બુટલેગર દારૂ ભરીને જતો હતો. તે દરમિયાન GIDC વિસ્તારના થર્ડ ફેઈઝમાં આવેલ દિવ્યા ફાર્માસ્યુટિકલ કંપનીના સંચાલક પણ પોતાની કંપનીમાંથી પોતાની કાર નંબર GJ15-2865 મા પસાર થઈ રહ્યા હતા. જેની સાથે આ બુટલેગરે એકટીવાનો અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા એક્ટિવામાં ભરેલ દારૂની બોટલોની માર્ગ પર રેલમછેલ સર્જાઇ હતી. આ અકસ્માત બાદ બુટલેગરે ઉદ્યોગપતિ સાથે દાદાગીરી શરૂ કરી હતી. અને તેમના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિ સાથે મારામારી પણ કરી હતી.
વાપી પોલીસ બુટલેગરને છાવરવામાં ફરજ અને નિષ્ઠા ભૂલી - VAPI
વાપી: જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીઆઇડીસી પોલીસ મથક ખાતે બુટલેગરોને છાવરવામાં આવતા હોવાની અનેકવાર ફરીયાદ ઉઠી છે. જેમાં એક બુટલેગરે એક ઉદ્યોગપતિની કાર સાથે અકસ્માત સર્જી દીધા બાદ ઉદ્યોગપતિ સાથે દાદાગીરી કરી પોતાના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિને માર મારતા ચકચાર મચી છે.
આ અંગે મળતી વિગત મુજબ બુધવારે બપોરે બાર વાગ્યા આસપાસ GJ15-DC-6880 નંબરની એકટીવા બાઈક પર કોચરવાનો એક બુટલેગર દારૂ ભરીને જતો હતો. તે દરમિયાન GIDC વિસ્તારના થર્ડ ફેઈઝમાં આવેલ દિવ્યા ફાર્માસ્યુટિકલ કંપનીના સંચાલક પણ પોતાની કંપનીમાંથી પોતાની કાર નંબર GJ15-2865 મા પસાર થઈ રહ્યા હતા. જેની સાથે આ બુટલેગરે એકટીવાનો અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા એક્ટિવામાં ભરેલ દારૂની બોટલોની માર્ગ પર રેલમછેલ સર્જાઇ હતી. આ અકસ્માત બાદ બુટલેગરે ઉદ્યોગપતિ સાથે દાદાગીરી શરૂ કરી હતી. અને તેમના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિ સાથે મારામારી પણ કરી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનું આગળનું વ્હિલ પણ વળી ગયું હતું .અને મોંઘીદાટ કારમાં મોટો ગોબો પાડી દીધો હતો. એકટીવા ચાલક બુટલેગર ઉછળીને નીચે પડ્યો હતો. જે બાદ બુટલેગરે ઉદ્યોગપતિ સાથે દાદાગીરી શરૂ કરી હતી. અને તેમના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિ સાથે મારામારી પણ કરી હતી.
આટલી ગંભીર ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉદ્યોગપતિએ GIDC પોલીસ મથકમાં પહોંચી બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જે દરમ્યાન હપ્તાખાઉ પોલીસના માણસોએ બુટલેગરને સમગ્ર મામલે જાણ કરી દેતા એ બુટલેગર ફરી પોતાના ભાઈ સાથે GIDC પોલીસ મથક પર પહોંચી ગયો હતો અને ઉદ્યોગપતિને ફરિયાદ નહીં નોંધાવવા ધમકી પણ આપી હતી
આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનની બહાર જ બની રહી હોવા છતાં પોલીસ મુક બની તમાશો જોતી હતી. વાપી GIDC પોલીસ મથક પર પોલીસ ઇન્સ્પેક્ટરની કમાલ પણ જોવા મળી હતી. આ સમગ્ર મામલે GIDC પોલીસ મથકના કર્મચારીઓ બુટલેગરને થાબડતા હોય તેઓ તાલ સર્જાયો હતો. એક તરફ ઉદ્યોગપતિની કારને મસ મોટું નુકસાન પહોંચાડી તેમને માર માર્યો હોવા છતાં પણ પોલીસ ઉદ્યોગપતિને મદદરૂપ થવાને બદલે અપમાનિત કરતા જોવા મળ્યા હતા. તો આ સમગ્ર મામલે ઉદ્યોગપતિએ પણ ફરિયાદ નોંધાવવા માટે પોતાની જીદ પકડી હતી
જો કે બુધવારના બાર વાગ્યાની ઘટના સાંજના મોડી રાત સુધી ભજવાઈ હતી. પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેઓ જવાબ પોલીસ સ્ટેશનમાંથી મળ્યો હતો.
Conclusion:ઉલ્લેખનીય છે કે વાપી GIDCના પોલીસ કર્મચારીઓ બુટલેગરોને છાવરતા હોવાની અનેક વાતો અવાર-નવાર બહાર આવતી રહી છે. પરંતુ, આ વખતે તો આ કિસ્સાએ પુરવાર કર્યું છે. કે, GIDC પોલીસ મથકના પી.આઈ અને તેમનો સ્ટાફ બુટલેગરોને જ છાવરે છે. અને તે માટે જરૂર પડ્યે સમાધાનની ભૂમિકા માં આવી ફરિયાદી સાથે તોછડુ વર્તન કરી પોતાની મલાઈ પણ ખાય લે છે.