- સંચાલકે ફરી થી નામ બદલી કુટણખાનું શરુ કર્યું
- પોલીસે રેડ કરતા સિક્કિમની બે અને મુંબઇની બે યુવતી ઝડપાઇ
- પોલીસે રેડમાં બે યુવતી સહિત ગ્રાહક અને અન્ય બે મળી 5ની અટકાત કરી
વલસાડ :એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતે સ્પામાં દરોડામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. આ યુવતીઓનું નિવેદન લઇ પોલીસે તેમને મુક્ત કરી હતી.
અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પા ને નામે ચાલતું હતું કુટણખાનું
પુનમે સાંઇ લીલા મોલમાં ચાલતું આ સ્પા અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પાના નામે ચાલુ કર્યું હતુ. જેના પર દરોડા બાદ તેણે ધ લક્ઝરી સ્પા એન્ડ વેલનેસના નામે સ્પાની આડમાં કુટણખાનુ ફરીથી શરૂ કર્યું હતુ. જેના પર પોલીસે દરોડો પાડ્યો હતો.
સ્પા ચાલવનારી મુખ્ય મહિલા સંચાલિકા પૂનમ જૈન વોટેન્ડ
2019માં પણ પોલીસે સાઈ લીલા મોલ ધરમપુર રોડ ઉપર રેડ પાડી હતી. ત્યારે કેટલીક વિદેશી યુવતી ઓ ઝડપાઇ હતી. તે સમયે પણ પનામ જૈનનું નામ બહાર આવ્યું હતું. જ્યારે એજ સ્પા ને ફરી થી નામ બદલી ધમધમતો કરવામાં આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ગ્રાહક સહિત 5 લોકો મળી આવ્યા હતા. જ્યારે સ્પામાં મસાજ કરાવવા માટે આવેલા ગ્રાહક અને ત્યાં કામ કરતા 3 લોકોની અટક કરી ને તેમની પૂછપરછ શરૂ કરી છે.