ETV Bharat / state

માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ વલસાડ પોલીસની કાર્યવાહી, 3 લાખથી વધુનો દંડ વસૂલાયો

author img

By

Published : Jun 30, 2020, 9:50 PM IST

વલસાડ જિલ્લા પોલીસે માસ્ક વગર નીકળી રહેલા વાહનચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલા સઘન ચેકિંગમાં અત્યાર સુધીમાં રૂપિયા 3 લાખ 22 હજાર કરતાં વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

gujarat police
gujarat police

વલસાડઃ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા ઘરની બહાર નીકળનારા તમામ લોકોએ મોઢે માસ્ક બાંધીને ફરજિયાત પણે નીકળવા માટે જણાવવામાં આવ્યું છે. તો આ સાથે વાહનો ઉપર જતી વખતે વાહન ચાલકોએ ફરજિયાત માસ્ક પહેરવું અનિવાર્ય છે. ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હતી.

માસ્ક વગર બહાર નિકળતા લોકોને પોલીસે ફટકાર્યો દંડ

માસ્ક વગર નિકળતા લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

  • પોલીસે વાહનચાલકોનો ફટકાર્યો દંડ
  • 3 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલાયો
  • પોલીસે કુલ 1,614 કેસ નોંધ્યા

જો કે, આ તમામ બાબતનું પાલન કરાવવાની સત્તા પોલીસને આપવામાં આવી છે, ત્યારે પોલીસે તમામ બાબતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કરતા માસ્ક વગર ફરતા અનેક લોકો અનેક વાહનચાલકો પોલીસના હાથે દંડાયા હતા.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોના પોલીસે 1,614 કેસ નોંધ્યા છે. જેમાં રૂપિયા 3,22,800નો દંડ વસૂલ્યો હતો. નોંધાયેલા કેસની વાત કરીએ તો, વલસાડ શહેરમાં 150, વલસાડ રૂરલ 205, ડુંગરી 68,પારડી 237, ધરમપુર80, કપરાડા 12, નાનાપોઢા 41, વાપી ટાઉનમાં 121 કેસ નોંધ્યા હતા.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના અનેક ચાર રસ્તા અને પીકનીક પોઈન્ટ ઉપર પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ત્યારે કેટલાક એવા પણ વાહન ચાલકો છે કે, જે માસ્ક વગર જતા હોય છે અને જો પોલીસ અટકાવે તો તેવા સમયે પોતે જીભાજોડી ઉપર ઉતરી આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.