ETV Bharat / state

આગામી તહેવારોને લઈ વાપીના ડુંગરી ફળિયાની 500 રૂમમાં પોલીસનું કોમ્બીંગ

વાપી વિસ્તારમાં વધતા ક્રાઇમને ધ્યાને લઇ તેમજ આગામી નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોને લઈ જિલ્લા એસ.પી ડૉ. રાજદીપસિંહ ઝાલાની હાજરીમાં 200 જેટલા પોલીસ કર્મીઓએ વાપીના ડુંગરા વિસ્તારની 500 જેટલી રૂમમાં કોમ્બિગ હાથ ધરી 36 વાહનોને જપ્ત કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

police combing
વાપી
author img

By

Published : Oct 17, 2020, 1:24 PM IST

  • વાપી ડુંગરા વિસ્તારમાં વધી રહેલા ક્રાઇમને લઇ પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું
  • ડુંગરા વિસ્તારમાં બહારથી આવેલા પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી કરાઇ
  • અચાનક પોલીસે કરેલા કોમ્બીંગને લઇને અસામાજીક તત્વોમાં ફફડાટ

વાપી : ડુંગરા વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા, વાપી વિભાગના DYSP વીરભદ્રસિંહ જાડેજા અને ડુંગરા પોલીસ મથકના PSI જે.વી.ચાવડા તથા PSI એલ.જી.રાઠોડ દ્વારા 200 પોલીસ કર્મીઓ સાથે કોમ્બીંગની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં બહારથી આવી ડુંગરી ફળિયા વિસ્તારમાં વસતા પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી.

આ કોમ્બીંગમાં પોલીસે શંકાસ્પદ શખ્સો સામે અગાઉ કોઇ ગુનો નોંધાયો છે કે કેમ તેમજ આધાર-પુરાવા અંગેની માહિતી મેળવી હતી. ડુંગરી ફળિયામાં 40 જેટલી ચાલીઓના 500 રૂમમાં રહેતા વ્યક્તિઓ પાસેથી આ માહિતી મેળવી પોલીસે લાયસન્સ કે આરસી બુક વગરના કુલ 36 વાહનોને વાહન અધિનિયમ મુજબ કબજે કર્યા હતા. ડુંગરા વિસ્તારમાં અચાનક પોલીસના કાફલાને જોઇ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આગામી તહેવારોને લઈ વાપીના ડુંગરી ફળિયાની 500 રૂમમાં પોલીસનું કોમ્બીંગ

આગામી તહેવારોને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જળવાય રહે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર કાયદાનો સિકંજો કસી શકાય તે માટે હાથ ધરાયેલ આ સર્ચ ઓપરેશનમાં જિલ્લાના PI અને PSI સાથે ડુંગરા પોલીસે મેગા કોમ્બીંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે ઘર-ઘરમાં જઇ ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો, વિધાનસભા પેટા, જિલ્લા-ગ્રામ પંચાયત, નગરપાલિકા ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે ડુંગરી ફળિયા વિસ્તારના 500 રૂમોમાં રહેતા પરપ્રાંતિય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.