- પોલીસે બસ ડ્રાઈવર કન્ડક્ટરના મોબાઈલ નંબર લેતા ફફડાટ
- એસ.ટી બસમાં દારૂની ખેપ મારતી મહિલા બુટલેગરો સક્રિય
- પોલીસે બે મહિલા પાસેથી 27,850 રૂપિયાનો દારૂ ઝડપી લીધો
- વાપીથી પાલનપુર જતી એસ.ટી બસ પારડી પોલીસે અટકાવી
વલસાડઃ વાપીથી પાલનપુર જતી સરકારી એસટી બસ નંબર GJ-18-Z-3244માં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળતા પોલીસે બસ રોકી હતી, પોલીસે આ કેસમાં ડ્રાઈવર-કન્ડક્ટરના બસ અને મોબાઈલ નંબર લેતા ફફડાટ વ્યાપી ગયો હતો.
417 બોટલ દારૂ પકડાયો
પોલીસે દારૂની બોટલની ગણતરી કરતા બિયર, કવોટર, ટીન બિયર તેમજ અન્ય દારૂની બોટલ મળી કુલ 417 બોટલ મળી હતી, જેની કીંમત રૂપિયા 27,850 થાય છે, પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી બે મહિલાઓ જેના નામ પાર્વતી પટેલ અને જયશ્રી ટંડેલ બન્નેની ધરપકડ કરી છે.
![વાપી-પાલનપુર એસટી બસમાં બે મહિલાઓને 417 દારૂ બોટલ સાથે ઝડપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-policearesttedtwowomen-withliqeer-av-gj10047_03012021091250_0301f_1609645370_1090.jpg)
મહિલા બુટલેગરોમાં ફફડાટ
આમ પારડી પોલીસ મથકના પીએસઆઇ બી.એન. ગોહિલ તેમજ પોલીસકર્મી યુવરાજ વગેરેની ટીમે પ્રોહીબીશન અંગે ક્વોલિટી કેસ કરતા એસ.ટી બસમાં દારૂ ભરીને લઈ જતી મહિલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
![વાપી-પાલનપુર એસટી બસમાં બે મહિલાઓને 417 દારૂ બોટલ સાથે ઝડપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-policearesttedtwowomen-withliqeer-av-gj10047_03012021091250_0301f_1609645370_15.jpg)