ETV Bharat / state

Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે

વલસાડમાં 2018માં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત (Kaprada Astol Water Scheme )કરવામાં આવ્યું હતું. જે હાલ બનીને તૈયાર થઇ ગઈ છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા કુલ 174 જેટલા ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ યોજનાનું 10 જૂનના રોજ વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરશે.

Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે
Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે
author img

By

Published : Jun 9, 2022, 2:51 PM IST

વલસાડઃ ચેરાપુંજી ગણવામાં આવતા વલસાડ જિલ્લાના(Astol water supply)કપરાડા તાલુકામાં 16 ઇંચ કરતાં વધુ વરસાદ પડે છે. પરંતુ કપરાડામાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર અછત વર્તાય છે. ત્યારે લોકોને પડતી આશા અને દૂર કરવા માટે સરકાર દ્વારા 2018માં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત(Astol water scheme) કરવામાં આવ્યું હતું. જે હાલ બનીને તૈયાર થઇ જતાં નવસારીમાં 10 જૂનના રોજ આવી રહેલા વડાપ્રધાન મોદી આ યોજનાનું ઉદ્ઘાટન કરશે.

યોજના

આ પણ વાંચોઃ PM Modi visit Vadodara: PM મોદી ફરી આવશે ગુજરાત, આ વખતે શું હશે કાર્યક્રમ...

174 ગામોને પીવાના પાણીનો લાભ મળશે - અંદાજીત રૂપિયા 586 કરોડના ખર્ચે કપરાડા તાલુકામાં નિર્માણ પામેલી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા કપરાડા નહી પરંતુ ધરમપુરના પણ 124 જેટલા ગામોને પીવાના પાણીનો લાભ (PM Modi will inaugurate Astol project)મળશે. જે માટે છેલ્લા સાડા ચાર વર્ષથી જોરશોરથી કામો ચાલી રહ્યા છે. જેમાં ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા મળીને કુલ 174 જેટલા ગામોને પીવાના પાણીનો લાભ મળશે.

4.50 લાખ લોકોને દૈનિક 7.50 કરોડ લીટર પાણી પહોંચસે - ધરમપુર અને કપરાડા તાલુકાના 174 જેટલા ગામોમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા 4.50 લાખ લોકોને રોજિંદા 7.50 કરોડ લિટર જેટલું પાણી પહોંચતુ કરવા માટે સરકાર કટિબદ્ધ બની છે. આ યોજના તૈયાર થઈ જતા 10 જૂનના વડાપ્રધાન મોદી હસ્તે તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે 'માટી બચાવો આંદોલન' સંબંધિત કાર્યક્રમને કરશે સંબોધિત

615 મીટરની ઊંચાઈ સુધી પાણી વિતરણ કરાશે - મધુબન ડેમના બનેલા દમણગંગા નદી પરથી પાણી લઈને 615 મીટરની ઊંચાઈએ એટલે કે અસ્ટોલ ગામે ટાંકી બનાવી વિવિધ સ્થળોએ પ્રેશર મશીનો સહિતનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજી દ્વારા 615 મીટરની ઊંચાઈ સુધી પાણી લઈ જાય છે. કપરાડા તાલુકાના વિવિધ અંતરીયાળ વિસ્તારમાં આવેલા નાના મોટા ડુંગરોનો ખોદીને પાણીની પાઈપલાઈનો પણ નાખવામાં આવી છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનો શુભારંભ 10 જૂનના રોજ નવસારીના ખુડવેલ ખાતેના એક વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.