- જિલ્લા કલેક્ટરની નગરજનોને એક દિવસ સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરી હતી
- વાપીમાં રવિવારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ના ક્ષેત્રો બંધ રાખ્યા હતાં
- વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો
વલસાડ: જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ની ચેઇનને તોડવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરે રવિવારે નગરજનોને એક દિવસ સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરી હતી. જેને લઈને, વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. વાપીમાં રવિવારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ના ક્ષેત્રો બંધ રાખ્યા હતાં. વાપીની મુખ્ય બજારોમાં લોકોએ સ્વયંભૂં બંધ પાડ્યો હતો. તમામ દુકાનો બંધ રહી હતી. તો, શાકભાજી માર્કેટ સહિતના અન્ય ધંધાના સ્થળો પણ આજે બંધ રહ્યા હતાં. કોરોનાની ચેઇન તોડવા વલસાડ કલેક્ટરના આહવાનને લોકોએ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો હતો.
આ પણ વાંચો: કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ સાથે, કોરોનાના કારણે મૃત્યુ દર પણ વધ્યો છે. ત્યારે, વલસાડ જિલ્લા કલેક્ટરે રવિવારે નગરજનોને એક દિવસ સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરી હતી. અપીલને પગલે, વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. જેમાં, વાપીમાં રવિવારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ના ક્ષેત્રો બંધ રાખ્યા હતાં.
આ પણ વાંચો: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને 5 દિવસ બંધ રાખવા લેવાયો નિર્ણય