ETV Bharat / state

પાણીના પ્રશ્નો યથાવત, ધરમપુરમાં લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા

વલસાડ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માર્ચ માસ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે. દરેક તાલુકામાં કેટલાક ગામોમાં પીવાના પાણીની કપરી સ્થિતિ સર્જાય છે. તેવી જ રીતે અહીં ધરમપુર તાલુકામાં પણ પાણીની તંગી સર્જાય છે.

ધરમપુર તાલુકામાં લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા
author img

By

Published : May 9, 2019, 6:34 PM IST

ધરમપુર તાલુકામાં હિલ સ્ટેશન ઉપર આવેલા ઉલસપીંડી ગામે ચાર ફળિયા વચ્ચે ત્રણ કુવાઓ અને ચાર હેન્ડપંપ આવેલા છે, પરંતુ માર્ચ માસ પૂર્ણ થતાની સાથે આ તમામ હેન્ડ પંપ અને કૂવાઓમાંથી પાણી પૂર્ણ થઈ જતા અહીંના હજારથી વધુ લોકોને એકમાત્ર કૂવા પર જ નિર્ભર રહેવું પડે છે અને હાલમાં 5 કિલોમીટર દૂર આવેલો આ કૂવામાં પણ માત્ર ત્રણ દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. જે બાદ લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવેલા સામારશીંગી અને સદડ વેરા ગામોમાં જઈ પીવાનું પાણી લઇ આવવું પડશે.

ધરમપુર તાલુકામાં લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા

ધરમપુર તાલુકાના ઉલસપિંડી ગામે માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. મહિલાઓને પીવાના પાણી માટે વહેલી સવારે અઢી વાગ્યાથી એકમાત્ર કૂવા ઉપર પીવાનું પાણી લેવા માટે લાઇન પર ઉભું રહેવું પડે છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર ફળીયાની આસપાસમાં અનેક કૂવા આવેલા છે, પરંતુ માર્ચ માસ પૂર્ણ થાય તે પૂર્વે જ આ તમામ હેન્ડ પંપના પાણીઓના જળ સુકાઈ જાય છે. જેથી તેઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી તેમ જ ઘર વપરાશનું પાણી મળી શકતું નથી અને તેથી તેઓને સમસ્યાનો સામનો કરવો પડે છે.

નોંધનીય છે કે, આ ગામની પાણીની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પીક અપમાં પાણીના ટાંકા મૂકી પાણી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એક પીકપની અંદર માત્ર 2000 લિટર પાણી જ પહોંચતું હોય જે 1000 લોકો માટે પૂરતું અને પહોંચી રહેતું નથી. જેના કારણે આજે પણ સ્થાનિક મહિલાઓને એકમાત્ર કુવા ઉપર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પાણીની વ્યવસ્થા જે ટેન્કર દ્વારા કરવામાં આવી છે. તે પૂરતી નથી. અહીં ટેન્કર દ્વારા પાણી આપવાની વાત કરવામાં આવે છે. પરંતુ, નિયમિત રીતે પાણી આવતું નથી. આખા દિવસમાં માત્ર એક જ વાર ટેન્કર આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું

Intro: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માર્ચ માસ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે પછી એ કપરાડા હોય કે ધરમપુર તાલુકો દરેક તાલુકામાં કેટલાક ગામોમાં પીવાના પાણીની કપરી સ્થિતિ સર્જાય છે વાત કરીએ ધરમપુર તાલુકાની તો ધરમપુર તાલુકામાં હિલ સ્ટેશન ઉપર આવેલા ઉલસપીંડી ગામે ચાર ફળિયા વચ્ચે ત્રણ કુવાઓ અને ચાર હેન્ડપંપ આવેલા છે પરંતુ માર્ચ માસ પૂર્ણ થતાંની સાથે આ તમામ હેન્ડ પંપ અને કુવાઓ માંથી પાણી પૂર્ણ થઈ જતા અહીંના હજારથી વધુ લોકોને એકમાત્ર કુવા ઉપર નિર્ભર રહેવું પડે છે અને હાલમાં પાંચ કિલોમીટર દૂર આવેલો આ કૂવામાં પણ માત્ર ત્રણ દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે જે બાદ ચાર ફળિયાના લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવેલા સામારશીંગી અને સદડ વેરા ગામોમાં જઈને પીવાનું પાણી લાવવાની ફરજ પડશે

Body:ધરમપુર તાલુકાના ઉલસપિંડી ગામે માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે અહી પીવાના પાણીની એટલી કટોકટી છે કે મહિલાઓ વહેલી સવારે અઢી વાગ્યાથી એકમાત્ર કુવા ઉપર પીવાનું પાણી લેવા માટે લાઇન લગાવે છે અને આખો દિવસ દરમિયાન આ કુવાની આસપાસના વિસ્તારમાં જ તેમના વાસણો મૂકી આરામ કરતી હોય છે સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેમના ફળીયાની આસપાસમાં અનેક હેન્ડ પણ કુવા આવેલા છે પરંતુ માર્ચ માસ પૂર્ણ થાય તે પૂર્વે જ આ તમામ હેન્ડ પંપ ના પાણીઓ ના જળ સુકાઈ જાય છે જેથી તેઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી તેમ જ ઘર વપરાશનું પાણી મળી શકતું નથી અને તેથી તેઓને સમસ્યાનો સામનો કરવો પડે છે ઉલસ પિંડી ગામે આવેલા મૂળ ગામ ફળિયા, મોરબોકા ,વડ ફળીયા જેવા ફળીયા ના 1000 થી વધુ લોકો ને પાણી

Conclusion:નોંધનીય છે કે આ ગામની પાણીની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પીક અપ માં પાણીના ટાંકા મૂકી પાણી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ એક પીકપ ની અંદર માત્ર ૨૦૦૦ લિટર પાણી જ પહોંચતું હોય જે ૧૦૦૦ લોકો માટે પૂરતું અને પહોંચી રહેતું નથી જેના કારણે આજે પણ સ્થાનિક મહિલાઓને એકમાત્ર કુવા ઉપર નિર્ભર રહેવું પડે છે સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પાણીની વ્યવસ્થા જે ટેન્કર દ્વારા કરવામાં આવી છે તે પૂરતી છે જ નહીં એના કરતાં તો પાણી ન આપે તે સારું અહીં ટેન્કર દ્વારા પાણી આપવાની વાત કરવામાં આવે છે પરંતુ નિયમિત રીતે પાણી આવતું નથી આખા દિવસમાં માત્ર એક જ વાર ટેન્કર આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું
નોંધનીય છે કે જે એકમાત્ર કૂવા ઉપરથી મહિલાઓ પાણી ભરે છે આ કૂવામાં હાલ માત્ર પાંચ દિવસ ચાલે એટલું જ પાણી રહ્યું છે અને તે બાદ હવે સ્થાનિક મહિલાઓને બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગામોમાં પગપાળા જઈને પીવાનું પાણી ભરવા જવાની ફરજ પડશે આવી કપરી પરિસ્થિતિમાં પણ સ્થાનિક મહિલાઓ અહીં જીવન નિર્વાહ કરી રહી છે ત્યારે આ ગામના લોકો માટે પીવાના પાણીનું એક ટીપું કેટલું કીમતી છે તે સ્થાનિકોએ જાણી શકે એમ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.