ETV Bharat / state

ભાજપી કાર્યકરોએ અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં, હોય તો તોડી દેજો :પ્રદેશ પ્રમુખ ઉવાચ - Patil's advice to BJP Members

ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલા પેજ પ્રમુખ અભિયાન અંતર્ગત આજે વલસાડ વિધાનસભાના પ્રશિક્ષણ વર્ગમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સન્માન કાર્યક્રમ વલસાડ કોળી સમાજની વાડીમાં યોજાયો હતો. જેમાં કાર્યકર્તાઓને સંબોધતાં સી. આર. પાટીલે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું કે 'અધિકારી સાથે દોસ્તી કરવી નહીં, હોય તો તોડી નાખજો.' તેમણે અધિકારી કરતાં પાર્ટીના પદાધિકારીને વધુ મહત્વ આપવા માટે સૂચન કર્યું હતું

ભાજપી કાર્યકરોએ અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં, હોય તો તોડી દેજો :પ્રદેશ પ્રમુખ ઉવાચ

author img

By

Published : Aug 27, 2021, 7:55 PM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખની કાર્યકર્તાઓને પ્રશિક્ષણ શિબિરમાં શીખઃ'અધિકારી સાથે દોસ્તી કરવી નહીં
  • અધિકારી કરતા પાર્ટીના પદાધિકારીને વધુ મહત્વ આપતા શીખો
  • સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરવા કર્યું સૂચન
  • લોકો સુધી સરકારની યોજના પહોંચતી કરવા જણાવ્યું

વલસાડઃ જિલ્લામાં આવેલી વલસાડ વિધાનસભા બેઠક ઉપર આજે પ્રશિક્ષણ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પેજ પ્રમુખ કમિટીને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓને કમીગીરી અંગે પ્રશિક્ષણ આપ્યું તેમજ દરેક કાર્યકર્તા ઓને લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું. સાથે જ જનજન સુધી સરકારની યોજનાઓ અંગે જાણકારી આપવા જણાવ્યું હતું.

જાહેર મંચ ઉપર બોલતા જીભ લપસી
કાર્યક્રમ દરમ્યાન બોલતાંબોલતાં પાટીલની જીભ લપસી હતી. તેમણે જાહેર મંચ ઉપરથી કાર્યકરોને જણાવ્યું કે અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં. એમાં પણ ભાજપ કાર્યકરોએ દોસ્તી રાખવી નહી. અધિકારી સાથે દોસ્તી હોય તો તોડી નાખજો. આવા વિવાદિત નિવેદન જાહેર મંચ ઉપર આપતાં સરકારી અધિકારીઓમાં ભારે ચર્ચાઓ જાગી છે

જાહેર મંચ ઉપરથી કાર્યકરોને જણાવ્યું કે અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં
કોંગ્રેસ દ્વારા ભરાતાં કોરોના મૃતકોના ફોર્મને લોલીપોપ ગણાવ્યાંપ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ પણ ચૂંટણી સમયે કોંગેસ દ્વારા ઘરનું ઘર આપવા ગામેગામ ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. છતાં આજ સુધી કોઈને ઘર મળ્યું છે ? તો હવે ન્યાય યાત્રા દરમ્યાન ભરવામાં આવતા ફોર્મ એ જનતા માટે લોલીપોપ છે જે જનતા સમજી ચૂકી છે.

આ પણ વાંચોઃ પાટીલની પાઠશાળા: કાર્યકરોને શીખવ્યું કે- અધિકારીઓ કરતા પાર્ટીના પદાધિકારીઓ મોટા, તેમની સાથે મિત્રતા ન રાખો

આ પણ વાંચોઃ નેતૃત્વ બદલાવાની ચર્ચા વચ્ચે પાટીલનું મોટું નિવેદન, કહ્યું- આ નેતાઓની આગેવાનીમાં જ લડીશું આગામી ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.