- પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીની ધરપકડ કરી
- પૂજારી દમણની સહેલગાહે આવ્યો હતો
- પોલીસે પૂજારી પાસેથી 9000 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો
વલસાડ: પારડી પોલીસ આજે મંગળવારે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી XUV કારમાં દારૂ લઇ જતા ઝડપાયા છે. પોલીસે પૂજારી પાસેથી 9,000નો દારૂ અને 7 લાખની કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કાર જપ્ત કરી
પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન XUV કાર નંબર GJ-07-DB-7760 આવતા પોલીસે અટકાવી આ કારની તાપસ કરી હતી. જેમાંથી 9000 રૂપિયાની વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને 7 લાખની કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પૂજારીની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ, આ 7 લાખની વૈભવી કાર ચાલકનું નામ પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા છે અને તે ડાકોર રણછોડરાય મંદિરનો પૂજારી છે. જેથી પોલીસે પૂજારીની ધરપકડ કરી 7,09,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.