વલસાડ: વલસાડ જિલ્લામાં અનેક રાજકીય આગેવાનો જન્મદિવસની ઉજવણી કરવા માટે હિલ સ્ટેશન કે હોટલોમાં જતા હોય છે તેમજ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ ભારતીય પરંપરા મુજબ પારડી ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંકિત પટેલે તેમના ધર્મપત્ની અદિતિ સાથે રવિવારે ઘરઆંગણે 50 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરી લોકોને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો છે.તેમજ બપોર બાદ જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ પણ કર્યુ હતુ.
અંકિત પટેલને તેમના જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ રક્ષક સમિતિના મયંકભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સહિતના મિત્રો વૃક્ષારોપણ કાર્યક્રમ અને જન્મદિવસની શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા હતા.