ETV Bharat / state

Par Tapi Narmada Link Project: પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત થતાં ધરમપુર ખાતે ભાજપે કરી ઉજવણી

સરકારે પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ (Par Tapi Narmada Link Project) સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં લોકોએ સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો. ધરમપુર ભાજપે ફટાકડા ફોડીને આ નિર્ણય લેવામાં આવતાં ખુશી વ્યક્ત કરી હતી.

Par Tapi Narmada Link Project: પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત થતાં ધરમપુર ખાતે ભાજપે કરી ઉજવણી
Par Tapi Narmada Link Project: પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત થતાં ધરમપુર ખાતે ભાજપે કરી ઉજવણી
author img

By

Published : Mar 29, 2022, 9:04 PM IST

વલસાડ: કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ (Par Tapi Narmada Link Project) અંગે ચર્ચા કરતાની સાથે જ વલસાડ જિલ્લામાં પણ પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર વિસ્તારમાં 2 સૂચિત ડેમો (Dams In Dharampur Valsad) બનવાના હોઇ અહીંના આદિવાસીઓ જમીન વિહોણા થવાની બીકને લઈને આદિવાસી સમાજ (Tribal Community In Valsad)ના અનેક સંગઠનો દ્વારા વિરોધ રેલીઓ કાઢવામાં આવી હતી.

ધરમપુર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો.

પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાનો નિર્ણય- લોકોના વિરોધ (Par Tapi Narmada Link Project Protest)ને જોતા ભાજપના ધારાસભ્યોના આદિવાસી સંગઠને દિલ્હી ખાતે પહોંચી પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી કેન્દ્ર દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સ્થગિત કરવાની વાત કરી હતી. ત્યારે પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ધરમપુર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો

આદિવાસી સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો હતો- વલસાડ જિલ્લાના ધરમપુરના ચાસમાંડવા વિસ્તારમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડેમ બનવાનો હતો. આદિવાસી સમાજના સંગઠનો દ્વારા તેનો વિરોધ (Tribal Protest In Valsad) કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ વિવિધ સ્થળોએ રેલી યોજી અને વિરોધ પ્રદર્શિત (Tribal Protest In Gujarat) કર્યો હતો. આ વિરોધને લઈને છેક ગાંધીનગર સુધી રેલી યોજવામાં આવી હતી ત્યારે સરકારનું પ્રધાનમંડળ અને ધારાસભ્ય જાગ્યા હતા. જેને પગલે દિલ્હી પહોંચેલા ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે કેન્દ્રના પ્રધાનો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતર્યા

નિર્મલા સીતારમણ સહિતના પ્રધાનો સાથે ચર્ચા- દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે સોમવારના રોજ દિલ્હી ખાતે અમિત શાહના નિવાસસ્થાને એક વિશેષ બેઠક યોજી હતી, જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સહિત અનેક મોટા પ્રધાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી સમાજને નુકસાન ન થાય તે માટે દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આદિવાસી સમાજના લોકોના હિતમાં લેવાયો નિર્ણય- આજે ધરમપુર ભાજપ સંગઠન દ્વારા ધરમપુરના ત્રણ દરવાજા ખાતે ફટાકડા ફોડીને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની અધ્યક્ષતામાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના સ્થગિત (Par-Tapi Narmada link project Suspension) કરવાના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે. તમામ લોકોએ આ મહત્વનો નિર્ણય લેવા બદલ તેમજ ધારાસભ્યોએ દિલ્હી સુધી પહોંચી કરેલી રજૂઆત બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આદિવાસી સમાજના હિતમાં ધારાસભ્યો સહિત તમામ લોકો જમીન વિહોણા ન થાય તે માટે કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચી સમગ્ર બાબતે રજૂઆત કરી છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંગઠનના અનેક હોદ્દેદારોએ હાજરી આપી- ધરમપુર નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સના દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી પ્રભાકર યાદવ તેમજ ભાજપના અગ્રણી ગણેશ બિરારી સહિત સંગઠનના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી અને કેન્દ્ર દ્વારા લેવામાં આવેલો નિર્ણય આદિવાસીઓના હિતમાં હોવાનું જણાવ્યું હતું. આમ છેલ્લા કેટલાક સમયથી પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને ઊઠી રહેલા વિરોધના વંટોળ સામે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.