ETV Bharat / state

પારડી તાલુકાના બગવાડા ગામે 400 વર્ષ પૌરાણિક વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રાનું અનેરું મહત્વ.. - નર્ભેરામ શુક્લ

વલસાડ: ઉત્સવ પ્રિય ભારતમાં તહેવારોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારતક સુદ પુનમની બલવાડા ગામની વિશિષ્ટ પરંપરા છે. પારડી તાલુકાના બલવાડા ગામે 400 વર્ષ પુરાણા એવા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે કારતક સુદ પૂનમના દિવસે દર વર્ષે પાલખી યાત્રા નિકળે છે. આ વર્ષે પણ વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. ગામવાસીઓએ પાલખીયાત્રામાં તેમના ઘર આંગણે આવેલા વિઠ્ઠલનાથજીના દર્શન કરી આશીર્વચન મેળવ્યા હતા.

પારડી તાલુકાના બગવાડા ગામે 400 વર્ષ પૌરાણિક વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રા
author img

By

Published : Nov 14, 2019, 9:09 AM IST

બગવાડા ગામે 400 વર્ષ પૂર્વે શુક્લ પરિવારમાં રહેતા મોભી નર્ભેરામ શુક્લને ભગવાન વિઠ્ઠલનાથજીમાં ખૂબ જ આસ્થા હતી. કારતક સુદ પૂનમના દિવસે પંડરપુર સુધી પદયાત્રા કરીને ચાલીને જતા હતા. પરંતુ સમય જતા તેઓને પ્રાપ્ત થયેલા વૃદ્ધત્વને લઈને તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે, તેઓ હવે પંઢરપુર સુધી આવી શકે તેમ નથી, તેથી તેમની સમસ્યાનું નિરાકરણ કરે. તે દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપી તેમની આ સમસ્યાને દૂર કરવાની ખાતરી આપી હતી.

પારડી તાલુકાના બગવાડા ગામે 400 વર્ષ પૌરાણિક વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રા

બીજા દિવસે જ્યારે નરભેરામ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા ઉતર્યા ત્યારે પ્રથમ ડૂબકી મારતા જ તેમના હાથમાં ભગવાન વિઠ્ઠલનાથજીની એક પ્રતિમા હાથમાં આવી હતી. આ માટીની પ્રતિમા લઇ તેઓ બગવાડા પહોંચ્યા અને તેની સ્થાપના કરી તેનું પૂજન-અર્ચન કર્યું હતું, પરંતુ પ્રશ્ન એ હતો કે, કારતક સુદ પૂનમના દિવસે તેઓ ભગવાનને ચંદ્રભાગા નદીમાં કેવી રીતે સ્નાન કરાવશે. તેનું પણ સમાધાન ભગવાને આપતા જણાવ્યું કે, બગવાડા નજીકથી વહેતી કોલક નદીમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચંદ્રભાગા નદીનું પાણી વહે છે. જેથી ભગવાનનું સ્થાન કરાવવાનું સરળ રહેશે. આમ છેલ્લા 400 વર્ષ પૂર્વેથી ચાલી આવતી આ પરંપરાને તેમના પરિવારજનો દ્વારા જાળવી રાખવામાં આવી છે. આજે પણ કારતક સુદ પૂનમના દિવસે બગવાડા ગામે શુક્લ પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રા નીકળે છે. જે પ્રથમ નદીના તટે જાય છે. જ્યાં ભગવાનનું સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ પાલખીયાત્રા સમગ્ર બગવાડા ગામમાં ઘરે ફેરવવામાં આવે છે.

સુપર પરિવારની સાતમી પેઢીના પરિજનો દ્વારા આ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પરંપરાગત આદિવાસી વાદ્ય તુર અને થાળીના તાલે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર બગવાડા ગામમાં ફરી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે, વર્ષમાં એકવાર તેમના ઘર આંગણે ભગવાન વિઠ્ઠલનાથજી સ્વયં પાલખીમાં બેસીને આવતા હોય છે. જેને લઇને ગામના તમામ ઘરોના ઘર આંગણે ખૂબ જ કલાત્મક રંગોલી પણ બનાવવામાં આવી હતી.

Intro:પારડી તાલુકાના બલવાડા ગામે ૪૦૦ વર્ષ પુરાણા એવા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર કારતક સુદ પૂનમના દિવસે દર વર્ષે નીકળતી પાલખી યાત્રા આ વર્ષે પણ કાઢવામાં આવી હતી પાલખીયાત્રા સમગ્ર ભગવાન આ ગામમાં ફરી હતી અને લોકોએ તેમના ઘર આંગણે આવેલા વિઠ્ઠલનાથજીના દર્શન કરી આશીર્વચન મેળવ્યા હતા

Body:બગવાડા ગામે ૪૦૦ વર્ષ પૂર્વે શુક્લ પરિવારમાં રહેતા મોભી નર્ભેરામ શુક્લ ને ભગવાન વિઠ્ઠલનાથજી માં ખૂબ જ આસ્થા હતી તેઓ કારતક સુદ પૂનમના દિવસે પંડરપુર સુધી પદયાત્રા કરીને ચાલીને જતા હતા પરંતુ સમય જતા તેઓને પ્રાપ્ત થયેલા વૃદ્ધત્વને લઈને તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ હવે પંઢરપુર સુધી આવી શકે તેમ નથી તેથી તેમની સમસ્યાનો કોઈ નિદાન કરે અને તે દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી એ તેમને સ્વપ્નમાં દર્શન આપી તેમની આ સમસ્યાને દૂર કરવાની ખાતરી આપી હતી જોકે બીજા દિવસે જ્યારે નરભેરામ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા ઉતર્યા ત્યારે પ્રથમ ડૂબકી મારતા જ તેમના હાથમાં ભગવાન વિઠ્ઠલનાથજી ની એક પ્રતિમા હાથમાં આવી હતી આ માટીની પ્રતિમા લઇ તેઓ બગવાડા પહોંચ્યા અને તેની સ્થાપના કરી તેનું પૂજન-અર્ચન કર્યું હતું પરંતુ પ્રશ્ન એ હતો કે કારતક સુદ પૂનમના દિવસે તેઓ ભગવાનને ચંદ્રભાગા નદીમાં કેવી રીતે સ્નાન કરશે પરંતુ તેનું પણ સમાધાન ભગવાને આપ્યું અને જણાવ્યું કે બગવાડા નજીકથી વહેતી કોલક નદીમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચંદ્રભાગા નદી નું પાણી નું જેથી ભગવાનનું સ્થાન કરાવવાનું સરળ રહેશે આમ છેલ્લા ૪૦૦ વર્ષ પૂર્વે થી ચાલી આવતી આ પરંપરા ને તેમના પરિવારજનો દ્વારા જાળવી રાખવામાં આવી છે અને આજે પણ કારતક સુદ પૂનમના દિવસે બગવાડા ગામે શુક્લ પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજી ની પાલખી યાત્રા નીકળે છે જે પ્રથમ નદીના તટે જાય છે જ્યાં ભગવાન નું સ્નાન કરાવવામાં આવે છે અને તે બાદ પાલખીયાત્રા સમગ્ર બગવાડા ગામમાં ઘરે ઘરે ઘરે છે

Conclusion:સુપર પરિવાર ની સાતમી પેઢી ના પરિજનો દ્વારા આ પાલખીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા પરંપરાગત આદિવાસી વાદ્ય તુર અને થાળી ના તાલે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર બગવાડા ગામમાં ફરી હતી
સ્થાનિક લોકોનું માનવું છે કે વર્ષમાં એક વાર તેમના ઘર આંગણે ભગવાન વિઠ્ઠલનાથજી સ્વયં પાલખી માં બેસીને આવતા હોય છે જેને લઇને ગામના તમામ ઘરોના ઘર આંગણે ખૂબ જ કલાત્મક રંગોલી પણ બનાવવામાં આવી હતી

બાઈટ 01 વર્ષાબેન શુક્લ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.