ETV Bharat / state

વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુર બિલખિયાને અપાશે પદ્મશ્રી એવોર્ડ - Narendra Modi

ભારત સરકારે દર વર્ષની જેમ આ વર્ષ પણ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ દેશના શ્રેષ્ઠ કર્મવીરોને પદ્મ પુરષ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં આ વખતે વાપીના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

Vapi
ગફુર ચાચા
author img

By

Published : Jan 26, 2020, 11:30 PM IST

વાપી: વાપીના ગફુર બિલખિયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગફુરચાચાના હુલામણા નામે જાણીતા અને ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પોતાને પદ્મશ્રી એવોર્ડ મળશે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરતાં ગફુરભાઈએ જણાવ્યું હતું કે, તેમને મળેલો એવોર્ડ ગરીબોની સેવા અને સમાજની કૃપાથી મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ગફુર ચાચાએ કહ્યું કે, તેઓ દેશના વિકાસ માટે કામ કરે છે.

ગફુર બિલખિયાને અપાશે પદ્મશ્રી એવોર્ડ

ગફુરભાઈએ જણાવ્યું કે, પદ્મશ્રી એવોર્ડ માટે તેમના નામની જાહેરાત થયા બાદ તેમના પરિવાર, મુસ્લિમ સમુદાય અને તેમની સાથે જોડાયેલા ગરીબ પરિવારોમાં આનંદની લાગણી ઉદભવી છે. તેમની કૃપાથી જ આ સન્માન પ્રાપ્ત થયું છે. પોતાના જીવનકાળ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, 'જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. તેમનો જન્મ એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો. 10 વર્ષની ઉંમરે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી'.

ગફુર બિલખિયાનો જન્મ 9 માર્ચ 1935ના રોજ સાવરકુંડલાના વંડા ગામમાં થયો હતો. તેમનું શિક્ષણ મર્યાદિત હતું પરંતુ તેમણે યુવા વયથી જ સમાજ સેવાને જીવનનો ભાગ બનાવ્યો હતો. તેઓ આઝાદી પછી પણ લોકસેવા અને સમાજ પરિવર્તનની કામગીરીમાં જોડાયેલા રહ્યાં હતાં.

Intro:Location :- વાપી

વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગાફુરચાચા ના હુલામણા નામે જાણીતા ગાંધીવાદી ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયા ને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. જેનાથી સમગ્ર પંથકમાં આનંદ અને ખુશી સાથે ગૌરવની લાગણી ફેલાઇ છે. પોતાને પદ્મશ્રી એવોર્ડ મળશે તે અંગે ખુશી વ્યક્ત કરતા ગફુર ભાઈએ જણાવ્યું હતું કે તેમને મળેલો એવોર્ડ ગરીબોની સેવા, સમાજની સેવાની કૃપાથી મળ્યો છે.નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે કામ કરે છે.Body:ભારત સરકારે દર વર્ષની જેમ આ વર્ષના ગણતંત્ર દિનની પૂર્વસંધ્યાએ દેશના શ્રેષ્ઠ કર્મઠવીરોને પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં આ વખતે વાપીના જાણીતા ગાંધીવાદી ઉદ્યોગપતિ ગફુરભાઈ બીલખિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેને આવકાર આપી ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

ગફુરભાઈ બીલખિયાએ જણાવ્યું હતું કે તેમના નામની જાહેરાત થયાં બાદ તેમના પરિવારમાં, મુસ્લિમભાઈઓમાં, તેમની સાથે જોડાયેલ ગરીબ પરિવારોમાં આનંદની લાગણી ઉદભવી છે. તેમની કૃપાથી જ આ સન્માન પ્રાપ્ત થયું છે. પોતાના જીવનકાળ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષાનું ખૂબ જ મહત્વ છે. તેમનો જન્મ એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો. અને 10 વર્ષની ઉંમરે તેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે સમયે ગામમાં જે ફોજદાર હતા. તેઓ અભણ લોકો પાસે દરણું દરાવતા હતાં. પરંતુ તેમની માતા 6 ધોરણ ભણેલા એટલે તેમને એ વેઠ માંથી મુક્તિ આપેલી કેમ કે ફોજદારના પત્રો તે ગામમાં વાંચી આપતા હતાં.  

એ દરમ્યાન દેશમાં ગાંધીવાદનો પવન ફૂંકાયો હતો. પોતે પણ તેમાં જાણીતા ગાંધીવાદી બળવંત મહેતા, આત્મારામ ભટ્ટ, મહેન્દ્ર દેસાઈ, ગૌરીશંકર ચતુર્વેદી સાથે મળી ગરીબોના ઉત્થાન માટે રસ લેવા લાગ્યા હતા. જે બાદ તેઓ ખાદીના પ્રચાર-પ્રસારમાં જોડાયા અને ખાદી કમિશન ના મેમ્બર બન્યા. 

ગફૂર ચાચાએ જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં ભક્ત ગણાય છે. એ જ રીતે પોતે પણ માં ભક્ત છે. 2005માં જ્યારે તેમની માતા નું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે નરેન્દ્ર મોદી પોતે તેમની માતાના ખરખરે આવ્યા હતા. તેમજ વલસાડમાં પ્રજાસત્તાક દિને તેમને વિશેષ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વિકાસ માટે કામ કરી રહ્યા છે. અને જે લોકો દેશ માટે ગરીબોની સેવા માટે કામ કરે છે. તેમને સતત પ્રોત્સાહન આપી એવોર્ડથી સન્માનિત કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ગફુર બીલખિયાનો જન્મ ૯મી માર્ચ 1935 ના રોજ સાવરકુંડલાના વંડા ગામમાં થયો હતો. તેમનું શિક્ષણ મર્યાદિત રહ્યું હતું પરંતુ  તેમણે યુવાન વયથી સમાજ સેવાનો ભેખ લીધો અને આઝાદી પછી પણ લોકસેવા અને સમાજ પરિવર્તનની કામગીરીમાં જોડાયેલા રહ્યાં. તેવો વંડા વિસ્તારમાંથી જિલ્લા પંચાયતમાં પણ ગયા ત્યાર બાદ ખાદી ગ્રામોદ્યોગ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સેવા આપી, અખિલ ભારતીય ખાદી આયોગના સભ્ય પણ બન્યા આ ઉપરાંત તેમણે અનેક સામાજિક અને સેવાભાવી શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનું અમૂલ્ય યોગદાન અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું છે.

Conclusion:વાપીમાં સ્થાપિત મા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ એનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ગફુરભાઈ બિલખિયા એ વાપી આવી micro ink તરીકે વિખ્યાત  કંપનીને વિકસાવવામાં સિંહફાળો આપ્યો છે. હાલ તેમના ત્રણેય પુત્રોએ અથાગ પરિશ્રમ અને દીર્ઘ દ્રષ્ટિથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી વાપીની પણ અનોખું ગૌરવ અને ઊંચાઈ પ્રદાન કરી છે. 

Bite :; ગફુરભાઈ બીલખિયા, પદ્મશ્રી એવોર્ડ મેળવનાર, સમાજસેવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.