આ સંમેલનમાં સંભવિત બેઉમેદવારોએ હાજરી આપી હતી. જેમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી તો બીજી તરફ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ટિકિટની રેસમાં રહેલા અને ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલા કિશનભાઇ પટેલ આ કાર્યક્રમમાં અદ્રશ્ય રહ્યાં હતા. તેમની ગેરહાજરીને કારણે કાર્યકર્તાઓમાં એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી કે, તેમને ટિકિટ મળી શકે તેમ નથી. એવી સંભાવના હોવાને કારણે તેઓ નારાજ થઈને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં નથી.
જો કે વાસ્તવિકતા હકીકત શું છે, એ તો કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર થયા બાદ જ બહાર આવશે. પરંતુ આજે ઉપસ્થિત રહેલા તમામ કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો 300 બૂથ લેવલના કાર્યકર્તાઓને પાર્ટી કોઇપણ ઉમેદવારને ટિકિટ આપે કે પસંદગી કરે તે ઉમેદવારને તમામ કાર્યકર્તાઓએ સહયોગ આપવા માટે હાકલ કરી હતી.