ચૂંટણી ટાણે જ બંદરના સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી બંદરનો વિરોધ ઉઠી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ નારગોલ ખાતે વનવિભાગ અને કાર્ગો પોર્ટના અધિકારીઓએ બંદરની જમીન અંગે સર્વે હાથ ધરતા આ અંગે સ્થાનિક લોકોની નારાજગી અને ચૂંટણીનો માહોલમાં હાલ પૂરતી સર્વેની કામગીરી મોકૂફ રખાઈ છે. ત્યારે, આ સમગ્ર મામલે કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક માછીમારો અને ખેડૂતોનો બંદરને લઈને સખત વિરોધ છે. અમે પણ મતદારોને જાગૃત કરીએ છીએ કે હજુ પણ ચેતો આ વિસ્તારમાં ભાજપ સરકાર બંદર ચોક્કસ લાવશે. ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ મતદારોની સાથે છે અને સાથે રહેશે.
વલસાડમાં મત્સ્યોદ્યોગ પોર્ટના નામે રાજકારણ ગરમાયું - gujart news
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે બંદરના સર્વે માટે આવેલા અધિકારીઓને ચૂંટણીને ધ્યાને રાખી સર્વેની કામગીરી મોકૂફ રખાવ્યા બાદ ચગેલા વિવાદમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યપ્રધાને ખુલાસો કરતા કહ્યું કે, અહીં કોઈ કોમર્શિયલ પોર્ટ નહીં, પરંતુ માછીમારો માટે મત્સ્યોદ્યોગ બંદર બનાવામાં આવશે.
ચૂંટણી ટાણે જ બંદરના સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી બંદરનો વિરોધ ઉઠી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ નારગોલ ખાતે વનવિભાગ અને કાર્ગો પોર્ટના અધિકારીઓએ બંદરની જમીન અંગે સર્વે હાથ ધરતા આ અંગે સ્થાનિક લોકોની નારાજગી અને ચૂંટણીનો માહોલમાં હાલ પૂરતી સર્વેની કામગીરી મોકૂફ રખાઈ છે. ત્યારે, આ સમગ્ર મામલે કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક માછીમારો અને ખેડૂતોનો બંદરને લઈને સખત વિરોધ છે. અમે પણ મતદારોને જાગૃત કરીએ છીએ કે હજુ પણ ચેતો આ વિસ્તારમાં ભાજપ સરકાર બંદર ચોક્કસ લાવશે. ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ મતદારોની સાથે છે અને સાથે રહેશે.
Body:ચૂંટણી ટાણે જ બંદરના સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી બંદરનો વિરોધ ઉઠી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ નારગોલ ખાતે વનવિભાગ અને કાર્ગો પોર્ટના અધિકારીઓએ બંદરની જમીન અંગે સર્વે હાથ ધરતા આ અંગે સ્થાનિક લોકોની નારાજગી અને ચૂંટણીનો માહોલ હોય હાલ પૂરતી સર્વેની કામગીરી મોકૂફ રખાઈ છે. ત્યારે, આ સમગ્ર મામલે કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક માછીમારો અને ખેડૂતોનો બંદરને લઈને સખત વિરોધ છે. અમે પણ મતદારોને જાગૃત કરીએ છીએ કે હજુ પણ ચેતો આ વિસ્તારમાં ભાજપ સરકાર બંદર ચોક્કસ લાવશે. ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ મતદારોની સાથે છે અને સાથે રહેશે.
જ્યારે આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ બંદરના નામે ચૂંટણીનો જશ ખાટવા માંગે છે. હકીકતમાં અહીં કોઈ કોમર્શિયલ પોર્ટ નહીં પરંતુ સ્થાનિક માછીમારો માટે મત્સ્યોદ્યોગ બંદરની મંજૂરી મળી છે. અને તે માટે 50 કરોડની જોગવાઈ ગુજરાત સરકારે કરી છે. કોમર્શિયલ પોર્ટ અંગે છેક 1999થી વિરોધ ચાલે છે. અને તે પ્રોજેકટ ક્યારનો નામંજૂર કરી દેવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક માછીમારો માટે જિલ્લામાં વલસાડ, નારગોલ અને મરોલી સહિતના વિસ્તારમાંથી જે અનુકૂળ વિસ્તાર છે. તેનો સર્વે કરી ત્યાં મત્સ્યોદ્યોગ બંદર બનાવવામાં આવશે. જેમાં નારગોલ વધુ માછીમારો ધરાવતો વિસ્તાર છે એટલે, તેની પસંદગી કરવામાં આવી છે.
Conclusion:ઉલ્લેખનીય છે કે, કાર્ગો મેસર્સ પોર્ટને લઈને 1999થી સ્થાનિક માછીમારો, ખેડૂતોમાં સખત વિરોધ છે. આ અંગે અવારનવાર આંદોલન પણ થયા છે. અને ચૂંટણી સમયે કોઈ એક પક્ષ આ વિવાદનો મધપૂડો પણ છંછેડે છે. ત્યારે, હવે ફરી સર્વેના નામે ધુણેલાં આ ભૂતમાં કોમર્શિયલ પોર્ટને બદલે મત્સ્યોદ્યોગ પોર્ટના નામે મતદારોને બહેલાવવાની રાજનીતિ શરૂ થઈ છે. કેમ કે, ઉમરગામ વિસ્તારમાં 44,400 ફિશિંગ બોટ છે. અને 40 હજારથી વધુ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમને માટે ઉમારગામની વર્ષો જુની તૂટેલી એક જેટી બનાવી નથી આપી પરંતુ, તેની સામે જ્યાં કોઈ જ જરૂરિયાત નથી તેવા સ્થળે મત્સ્યોદ્યોગ પોર્ટ બનાવવા માટે 50 કરોડની રકમ ફાળવી સર્વેની કામગીરી હાથ ધરી છે.
bite :- દિનેશ પટેલ, પ્રદેશ પ્રમુખ, વલસાડ જિલ્લા કોંગ્રેસ
bite :- રમણ પાટકર, વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન
video spot