ETV Bharat / state

પ્રસૃતાને 108માં જ નોર્મલ ડિલિવરી કરવામા સફળ રહી 108ની ટીમ - GUJARATI NEWS

વલસાડઃ જિલ્લા સહિત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા હવે સાચા અર્થમાં જીવનદાતા બની રહી છે. આ સેવા લોકોની ઇમરજન્સી સારવારમાં પહેલી પસંદ બની છે. તેનો વધુ એક પુરાવો સંજાણમાં જોવા મળ્યો હતો. સંજાણની 108ની ટીમે એક પ્રસૃતાને 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.

DMN
author img

By

Published : Jul 7, 2019, 11:53 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ ખાતે રહેતી રેખાબેનને શનિવારે અચાનક લેબર પેઇન થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. સંજાણ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેખાબેનને CHC હોસ્પિટલ ભિલાડમાં ખસેડવામાં આવી રહી હતી. તે દરમિયાન ભીલાડ નજીક પહોંચતાં રેખાબેનને લેબર પેઇન વધ્યું હતું.

આ ગંભીર પરિસ્થિતિને 108 EMT ઉર્મિલા સંગાડા અને પાઈલોટ બંનેએ સાથે મળીને રેખાબેનની સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ રીતે વધુ એકવાર ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108ની ટીમ સફળ રહી હતી. મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર માટે CHC ભીલાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં હાલ બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 108ની ટીમેં અત્યાર સુધીમાં કેટલીયે પ્રસૃતાની 108માં જ કે તેમના ઘરે ડિલિવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા છે. ઇમરજન્સી સારવારમાં એ રીતે 108 સેવા રાજ્યના તમામ લોકો માટે સાચા અર્થમાં જીવનદાન આપનારી સેવા બની છે.

Intro:વાપી :- વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા હવે સાચા અર્થમાં જીવનદાતા બની રહી છે. અને લોકોની ઇમરજન્સી સારવારમાં પહેલી પસંદ બની છે. તેનો વધુ એક પુરાવો સંજાણમાં જોવા મળ્યો હતો. સંજાણની 108ની ટીમે એક પ્રસૃતાને 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ ખાતે રહેતી રેખાબેન રાજવીર ભાઈને શનિવારે અચાનક લેબર પેઇન થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. સંજાણ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેખાબેનને CHC હોસ્પિટલ ભિલાડમાં ખસેડવામાં આવી રહી હતી. તે દરમિયાન ભીલાડ નજીક પહોંચતાં રેખાબેનને લેબર પેઇન વધ્યું હતું. 

આ ગંભીર પરિસ્થિતિને 108 EMT ઉર્મિલા સંગાડાએ તરત જ પામી લીધી હતી. અને પાઈલોટ શૈલેષ પટેલને એમ્બ્યુલન્સને તાત્કાલિક રોડની સાઇડ ઉપર ઉભી રાખવા જણાવ્યું હતું.જે બાદ પાયલોટ અને EMT ઉર્મિલા સંગાડા બંનેએ સાથે મળીને રેખાબેનની સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ રીતે વધુ એકવાર ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108ની ટીમ સફળ રહી હતી. મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર માટે CHC ભીલાડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં હાલ બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.

Conclusion:ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 108ની ટીમેં અત્યાર સુધીમાં કેટલીયે પ્રસૃતાની 108માં જ કે તેમના ઘરે ડિલિવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા છે. ઇમરજન્સી સારવારમાં એ રીતે 108 સેવા રાજ્યના તમામ લોકો માટે સાચા અર્થમાં જીવનદાન આપનારી સેવા બની છે. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.