- મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા બોર્ડર ઉપર વાહનચાલકોને RTPCR ટેસ્ટ સાથે રાખવો ફરજીયાત
- RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓ ને જ પ્રવેશ આપવામાં આવશે
- રોજિંદા 30થી વધુ વાહનો મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે છે
વલસાડ: મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા વધતા મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ઘોષિત કર્યું છે. જેને જોતા મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોને ગુજરાતની ચેકપોસ્ટ ઉપર જ પ્રવેશ પૂર્વે RTPCR નેગેટિવ ટેસ્ટનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. તેને જોયા બાદ જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે, કપરાડા પાસે આવેલી મહારાષ્ટ્રની નાસિક તરફની રાજબારી બોર્ડર પર મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ વાહન ચાલકો પાસે એન્ટીજન રેપિડ ટેસ્ટનો રિપોર્ટ કે RTPCR રિપોર્ટ હોવો ફરજીયાત છે. આ રિપોર્ટ ચેક કર્યા બાદ જ તેઓને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર 100માંથી 30 વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ નથી હોતો
રાજબારી બોર્ડર પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત
કપરાડા તાલુકાના રાજબારી બોર્ડર ઉપર નાસિકથી આવતા તમામ વાહન ચાલકોને પ્રવેશ પહેલા કોરોનાનો રિપોર્ટ ચેકપોસ્ટ ઉપર ઊભેલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસવામાં આવે છે. આમ, નેગેટિવ રિપોર્ટ વાહન ચાલકોનો જોયા બાદ જ તેઓને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસની ટીમ પણ અહીં ચેકપોસ્ટ પર તૈનાત છે. જેથી, કોઈપણ વાહન ચાલક રિપોર્ટ દર્શાવ્યા વિના પ્રવેશ મેળવી શકશે નહીં.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
રાજબારી બોર્ડર પરથી રોજિંદા 30થી 35 વાહનો ગુજરાતમાં પ્રવેશે છે
મહારાષ્ટ્રના નાસિક અને ત્રમ્બકને અડીને આવેલી રાજબારી બોર્ડર પરથી ગુજરાતમાં રોજિંદા 30થી 35 જેટલા વાહનો ગુજરાતમાં પ્રવેશે છે. તેવું આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અહીં આવનારા મોટા ભાગના પ્રવાસીઓ પોતાની સાથે એન્ટિજન રેપિડ ટેસ્ટ રિપોર્ટ કે RTPCRના રિપોર્ટ પોતાની સાથે લઈને આવે છે અને તેને દર્શાવ્યા બાદ જ તેઓને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવે છે.