ETV Bharat / state

નેશનલ ધોરીમાર્ગો પર ટોલનાકા ઉભા કરી દર્દીઓના નામે કરોડોનું કૌભાંડ આચરતું NHAI અને IRB તંત્ર - Gujarat

વાપીઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સ લીમીટેડ (IRB) દ્વારા દેશના મુખ્ય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા ઉભા કરી વાહનચાલકો પાસેથી નિયત ફી વસુલવામાં આવે છે. પરંતુ સેવાનો લાભ આપવામાં આવતો નથી. કારણ કે, અકસ્માત સમયે એમ્બ્યુલન્સ સહિતની સેવાઓ માટે લગાવેલાં બોર્ડ પરની માહિતી સાચી નથી. આમ, (NHAI) અને IRB  ઉઘાડી લૂંટ ચલાવી લોકો સાથે છેતરપીંડી કરી રહ્યું છે. છતાં આજદિન સુધી કોઇ તેની સામે કોઇ પગલાં લેવામાં આવતાં નથી.

નેશનલ ધોરીમાર્ગો પર ટોલનાકા ઉભા કરી દર્દીઓના નામે કરોડોનું કૌભાંડ આચરતું NHAI અને IRB
author img

By

Published : Jul 21, 2019, 6:56 AM IST

ગુજરાતમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને IRB દ્વારા ટોલનાકા ઉભા કરાયાં છે. જેમાં આ નેશનલ હાઇવે નંબર 48 પર વાપી નજીકના બગવાડાથી મહારાષ્ટ્રના ખાનીવડા વચ્ચે ચારોટી, બગવાડા, બોરિયાચ અને ખાનીવડા ખાતે ટોલ પ્લાઝા છે. આ ટોલ પ્લાઝાએ ઉભેલી એમ્બ્યુલન્સ શોભાનાં ગાંઠિયાની સમાન સાબિત થઇ રહી છે. કારણ કે, સેવાનો લાભ મેળવવા માટેના સંપર્ક નંબરો જ સાચા લખવામાં આવ્યા નથી. જેથી કોઇને સેવાનો લાભ જ મળતો નથી.

નેશનલ ધોરીમાર્ગો પર ટોલનાકા ઉભા કરી દર્દીઓના નામે કરોડોનું કૌભાંડ આચરતું NHAI અને IRB તંત્ર

આ અંગે માનવાધિકાર મિશનના મહારાષ્ટ્રના પ્રભારી એવા હરબન સિંઘે જણાવ્યું હતું કે, હાલમાં નેશનલ હાઇવે નંબર 48ના ખાનીવડા, ચારોટી, બગવાડા, બોરિયાચ જેવા ટોલ પ્લાઝા પર જ્યારે દાખલ થશો, ત્યારે મોટા મોટા NHAI-IRB એ ચીતરાવેલા બોર્ડો જોવા મળશે. જેમાં ટોલની છૂટ, ટોલનો ભાવ, હેલ્પ લાઈનનો નબરો વાંચવા મળશે. પરંતુ અકસ્માતના સમયે ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ કરાયેલી એમ્બ્યુલન્સનો સંપર્ક નંબર આવા બોર્ડ પર જોવા મળશે નહીં. જો તમને મળશે તો કદાચ સરકારી મફત ઈમરજન્સી સેવા 108 નંબરવાળી એમ્બ્યુલન્સનો, નજીકના હોસ્પિટલનો નંબર અથવા એમના હેલ્પ લાઈનનો નંબર મળશે.

મહારાષ્ટ્રમાં આવેલા ચારોટી અને ખાનીવડા ખાતે આ સેવા અત્યાર સુધી નરેન્દ્ર મહારાજ સેવા સંસ્થાની એમ્બ્યુલન્સ પુરી પડતી હતી. જેનો વિરોધ કરવામાં આવતા અહીં બોર્ડ પરથી તેમનું નામ દૂર કરાયું છે. પરંતુ અંદર ખાને સેવા તો તેની જ ચાલે છે. જ્યારે ગુજરાતમાં NHAI-IRB વાળા પોતાની રાખેલી એમ્બ્યુલન્સનો ખોટો ખર્ચ પાડી, મફત સરકારી 108 નંબર વાળી એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત તે હાઇ-વેને દુર્ઘટના રહીત હોવાની છાપ ઉપસાવે છે. કેમ કે તેમની એમ્બ્યુલન્સ દોડે તો રાજીસ્ટરમાં અકસ્માતના આંકડાં લખવા પડે જ્યારે અન્ય એમ્બ્યુલન્સ સેવામાં વપરાય તો તે મુસીબત ઓછી થઇ જાય છે. વળી, નેશનલ હાઇવે નંબર 48 પર મૂકવામાં આવેલા ઇમર્જન્સી બોર્ડ પર લખાતા હૉસ્પિટલોના નામ અને ફોન નંબરમાં પણ મસમોટુ કૌભાંડ છે. બોર્ડ પર મફતમાં હૉસ્પિટલનું નામ અને ફોન નંબર લખાવવા હૉસ્પિટલના સંચાલકોની પણ લાંબી કતાર લાગે છે. કારણ કે આ તો ખાનગી હોસ્પિટલવાળાઓને જાહેરાત અને માર્કેટિંગનો મફ્તમાં મળતો લાડવો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને આવી હોસ્પિટલોમાં દાખલ કરવાથી મસમોટી રકમ પ્રાપ્ત થાય છે.

IRBએ દર નિયત અંતરે હોસ્પિટલ, દર્દીને લઈ જવા એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ, ટ્રેઇન્ડ ડોકટર સ્ટાફ, નજીકમાં જ ટ્રોમાં સેન્ટરથી સજ્જ હોસ્પિટલ વગેરે સુવિધાઓ પુરી પડવાની હોય છે. જેમાંની એકપણ સુવિધા IRB પુરી પડતું નથી. આ વિસ્તારમાં કાસા નજીક દરરોજ એકાદ બે અકસ્માત થાય છે. જેમાં ઘાયલ દર્દીને 50 કિલોમીટર દૂર ટ્રોમાં સેન્ટર અને વધુ સારવારની સુવિધા પુરી પાડવા ખાનગી કે સરકારી એમ્બ્યુલન્સમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલ કે 60 કિલોમીટર દૂર વસઈની સરકારી હોસ્પિટલમાં લઇ જવા પડે છે.

ઉલ્લેખનીય છે કે NHAI-IRB એ પોતાની એમ્બ્યુલન્સ તો રાખવાની જ છે. પરંતુ હાઇવે અથવા ટોલ પ્લાઝા નજીક પોતાની ટ્રોમા હોસ્પિટલ પણ બનાવી ઇજાગ્રસ્તોને મફતમાં ઈલાજ કરવાનો હોય છે. પરંતુ NHAI-IRB વાળાઓએ તો આખું જ કોળું દાળમાં ખાય જવું છે. હવે જે તે ટોલ પ્લાઝાની હદમાં આવતા જિલ્લાતંત્ર NHAI-IRBની એમ્બ્યુલન્સોની વિગતો મંગાવી દર 10 કિ.મીએ ફરજીયાત પણે એમ્બ્યુલન્સ રાખવાની તેમજ બોર્ડ પર એમ્બ્યુલન્સનો નંબર ચિત્રાવવા બાબતે NHAI-IRB અંગે કડક પગલાં લે તો જ આવા કૌભાંડનો અંત આવી શકે છે.

Intro:નોંધ :- આ સ્ટોરીમાં હિન્દી અને મરાઠી bite છે. સ્ટોરી નેશનલ છે. જે અંગે સવારે કલ્પેશભાઈ સાથે વાત કરી તેની સૂચના મુજબ અપલોડ કરવી

  વાપી :- દેશના તમામ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેવાના નામે ચાલે છે મસમોટું કૌભાંડ, આ કૌભાંડનો ETV ભારતે પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સ લીમીટેડ (IRB) દ્વારા દેશના મુખ્ય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા ઉભા કરી વાહનચાલકો પાસેથી નિયત ફી વસુલવામાં આવે છે. આ ફી ની સામે તેમણે અકસ્માત સમયે એમ્બ્યુલન્સ સહિતની કેટલીક સેવાઓ આપવાના પાટિયા માર્યા છે. પરંતુ, તે સેવા એકેય ટોલ નાકા પર ઉપલબ્ધ નથી. અને આ સેવાના નામે રીતસરનું કૌભાંડ આચરાઈ રહ્યું છે. 

Body:ગુજરાતમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને IRB દ્વારા ટોલનાકા ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં આ નેશનલ હાઇવે નંબર 48 પર વાપી નજીકના બગવાડાથી મહારાષ્ટ્રના ખાનીવડા વચ્ચે ચારોટી, બગવાડા, બોરિયાચ અને ખાનીવડા ખાતે ટોલ પ્લાઝા ઉભા કરાયા છે. આ ટોલ પ્લાઝાના એકાદ ખૂણામાં શોભાનાં ગાંઠિયાની જેમ એક એમ્બ્યુલન્સ ઉભેલી જોવા મળશે. જેની વિગત મેળવવા ETV ભારતે તપાસ આદરી તો અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે.

    મહારાષ્ટ્રના ચારોટીથી નવસારી વચ્ચે અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવાની અને જરૂરી મદદ કરતી સંસ્થા  માનવાધિકાર મિશનના મહારાષ્ટ્રના પ્રભારી એવા હરબન સિંઘે જણાવ્યું હતું કે હાલમાં નેશનલ હાઇવે નંબર 48 ના ખાનીવડા, ચારોટી, બગવાડા, બોરિયાચ જેવા ટોલ પ્લાઝા પર જ્યારે દાખલ થશો, ત્યારે મોટા મોટા NHAI-IRB એ ચીતરાવેલા બોર્ડો જોવા મળશે જેમા ટોલની છૂટ, ટોલનો ભાવ, હેલ્પ લાઈનનો નબરો વાંચવા મળશે. પરંતુ અકસ્માતના સમયે ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ કરાયેલી એમ્બ્યુલન્સનો સંપર્ક નંબર આવા બોર્ડ પર જોવા મળશે નહીં. જો તમને મળશે તો કદાચ સરકારી મફત ઈમરજન્સી સેવા ૧૦૮ નંબર વાળી એમ્બ્યુલન્સનો, નજીકના હોસ્પિટલનો નંબર અથવા એમના હેલ્પ લાઈનનો નંબર...!

    નેશનલ હાઇવે નંબર 48 પર જ્યારે અકસ્માત થાય, ત્યારે NHAI-IRB દ્વારા રાખવામાં આવતી ઈમરજન્સી સેવા માટેની એમ્બ્યુલન્સનો સંપર્ક સાધી, ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવા આ એમ્બ્યુલન્સનો જ ફરજિયાત પણે ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ જ્યારે NHAI-IRB ના હેલ્પ લાઈન પર ફોન કરશો તો તમને સરકારી મફત સેવાવાળી 108 નંબરવાળી એમ્બ્યુલન્સ મોકલી આપશે..! જે સદંતર ખોટું છે. મહારાષ્ટ્રમાં આવેલા ચારોટી અને ખાનીવડા ખાતે આ સેવા અત્યાર સુધી નરેન્દ્ર મહારાજ સેવા સંસ્થાનની એમ્બ્યુલન્સ પુરી પડતી હતી. જેનો વિરોધ કરવામાં આવતા અહીં બોર્ડ પરથી તેમનું નામ દૂર કરાયું છે. પરંતુ અંદર ખાને સેવા તો તેની જ ચાલે છે. જ્યારે ગુજરાતમાં NHAI-IRB વાળા પોતાની રાખેલી એમ્બ્યુલન્સનો ખોટો ખર્ચ પાડી, મફત સરકારી 108 નંબર વાળી એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરે છે. અને આવી રકમ ગજવે સરકાવી રહી છે. એ ઉપરાંત તેમના હાઇવે સરસ અને દુર્ઘટના રહિત હોવાની છાપ ઉપસાવે છે. કેમ કે તેમની એમ્બ્યુલન્સ દોડે તો રાજીસ્ટરમાં અકસ્માતના આંકડાં લખવા પડે જ્યારે અન્ય એમ્બ્યુલન્સ એ સેવામાં વપરાય તો તે જફા ટળી જાય

    વળી, નેશનલ હાઇવે નંબર 48 પર મૂકવામાં આવેલા ઇમર્જન્સી બોર્ડ પર લખાતા હોસ્પિટલોના નામ અને ફોન નંબરમાં પણ મસમોટુ કૌભાંડ છે. બોર્ડ પર મફતમાં હોસ્પિટલનું નામ અને ફોન નંબર લખાવવા હોસ્પિટલના સંચાલકોની પણ લાંબી કતાર લાગે છે. કારણ કે આ તો ખાનગી હોસ્પિટલવાળાઓને જાહેરાત અને માર્કેટિંગનો મફ્તમાં મળતો લાડવો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને આવી હોસ્પિટલોમાં દાખલ કરવાથી મસમોટી રકમ પ્રાપ્ત થાય છે.

વધુમાં IRB એ દર નિયત અંતરે હોસ્પિટલ, દર્દીને લઈ જવા એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ, ટ્રેઇન્ડ ડોકટર સ્ટાફ, નજીકમાં જ ટ્રોમાં સેન્ટરથી સજ્જ હોસ્પિટલ વગેરે સુવિધાઓ પુરી પડવાની હોય છે. જેમાંની એકપણ સુવિધા IRB પુરી પડતું નથી. આ વિસ્તારમાં કાસા નજીક દરરોજ એકાદ બે એક્સીડેન્ટ થાય છે. જેમાં ઘાયલ દર્દીને 50 કિલોમીટર દૂર ટ્રોમાં સેન્ટર અને વધુ સારવારની સુવિધા પુરી પાડવા ખાનગી કે સરકારી એમ્બ્યુલન્સમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલ કે 60 કિલોમીટર દૂર વસઈની  સરકારી હોસ્પિટલમાં લઇ જવા પડે છે.    

Conclusion:ઉલ્લેખનીય છે કે NHAI-IRB એ પોતાની એમ્બ્યુલન્સ તો રાખવાની જ છે. પરંતુ હાઇવે અથવા ટોલ પ્લાઝા નજીક પોતાની ટ્રોમા હોસ્પિટલ પણ બનાવી ઇજાગ્રસ્તોને મફતમાં ઈલાજ કરવાનો હોય છે. પરંતુ NHAI-IRB વાળાઓએ તો આખું જ કોળું દાળમાં ખાય જવું છે. હવે જે તે ટોલ પ્લાઝાની હદમાં આવતા જિલ્લા પ્રસાશન NHAI-IRBની એમ્બ્યુલન્સોની વિગતો મંગાવી દર 10 કિમીએ ફરજીયાત પણે  એમ્બ્યુલન્સ રાખવાની તેમજ બોર્ડ પર એમ્બ્યુલન્સનો નંબર ચિત્રાવવા બાબતે NHAI-IRB નો કાન આમળે તો જ આ દેશવ્યાપી કૌભાંડનો અંત આવશે. અને હાઇવે પરના અકસ્માતોમાં લોકોના જીવ બચશે સાથે જ ટોલ પ્લાઝા પર ચૂકવેલી ફી વસુલ થઈ હોવાનો એહસાસ થશે.

Bite :- હરબન સિંઘ, સ્ટેટ પ્રભારી, માનવાધિકાર મિશન મહારાષ્ટ્ર

નોંધ :- આ સ્ટોરીમાં હિન્દી અને મરાઠી bite છે. સ્ટોરી નેશનલ છે. જે અંગે સવારે કલ્પેશભાઈ સાથે વાત કરી તેની સૂચના મુજબ અપલોડ કરવી

 મેરૂ ગઢવી, etv ભારત, વાપી 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.