ETV Bharat / state

વલસાડના હાઇવે નંબર 48 પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ - GUJARATI NEWS

વલસાડઃ જિલ્લામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48ને અસર પહોંચી હતી. પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વરસાદી પાણી મોટા ટાયરો ડૂબી ગયા હતા અને કારના બોનેટ સુધી પાણી ફરી વળ્યા હતા. હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, બાદમાં IRB ટીમ કામે લાગી હતી.

VALSAD
author img

By

Published : Jun 30, 2019, 8:30 PM IST

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર પારડી નજીક વરસાદી પાણીનો ભરાવો થતાં સતત એક કલાકથી પણ વધુ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. પારડી નજીક ખડકી હાઇવે ઉપર કમરથી પણ ઉપર પાણી ભરાઈ જતા પસાર થનારા વાહનચાલકોને વરસાદી પાણીમાંથી પોતાનું વાહન કાઢવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડના હાઇવે નંબર 48 પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ

હાઈવે પર મોટા ટ્રકના આખા ટાયર ડૂબી ગયા હતા. પાણી ભરાવાને કારણે ધીમી ગતિએ ચાલતા વાહનોને લીધે હાઇવે પર 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જો કે, સમગ્ર બાબતની જાણકારી IRB થતા તેમની ટીમ વરસાદી પાણીના નિકાલના સાધનો સાથે સજ્જ થઈને સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ખડકી નેશનલ હાઇવે 48 નજીકમાં આવેલું તળાવ વરસાદી પાણીના કારણે ઓવરફલો થતા તેનું પાણી નેશનલ હાઇવે ઉપર ફરી વળ્યું હતું, જેના કારણે આ સમસ્યા ઉદભવી હતી.

Intro:
વલસાડમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48 ને અસર પોહચી હતી પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વરસાદી પાણી હાઇવે ઉપર એટલી હદે ભરાયા હતા કે એક મોટી ટ્રકના આખા ટાયરો ડૂબી જાય અને કારના આગળ ના બોનેટ સુધી પાણી ફરી વળે એ હદે પાણી નો ભરાવો થતા હાઇવે ઉપર ત્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે બાદ માં આઈ આર બી ટિમ કામે લાગી હતી જોકે સતત વરસી રહેલ વરસાદ ને પગલે વાહન ચાલકોની મિશ્કેલી માં વધારો જોવા મળ્યો હતો Body:
વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર પારડી ખડકી નજીક વરસાદી પાણીનો ભરાવો થતાં સતત એક કલાકથી પણ વધુ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી પારડી નજીક ખડકી હાઇવે ઉપર કમરથી પણ ઉપર પાણી ભરાઈ જતા અહિંથી પસાર થનારા વાહનચાલકોને વરસાદી પાણીમાંથી પોતાનું વાહન કાઢવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાઈવે પર પાણી એટલા પ્રમાણમાં ભરાયું હતું કે એક મોટી ટ્રકનું આખેઆખું ટાયર પણ ડૂબી જાય પાણી ભરાવાને કારણે ધીમી ગતિએ ચાલતા વાહનોને લીધે હાઇવે ઉપર પાંચ કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જોકે સમગ્ર બાબતની જાણકારી irb થતા તેમની ટીમ વરસાદી પાણીના નિકાલ ના સાધનો સાથે સજ્જ થઈને સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી જોકે વરસી રહેલા વરસાદને માં વાહનચાલકોને કમર જેટલા ભરાયેલા પાણીમાંથી વાહનો બહાર કાઢવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતોConclusion:નોંધનીય છે કે ખડકી નેશનલ હાઇવે નંબર 48 નજીક માં આવેલું એક તળાવ વરસાદી પાણીના ભરાવાને કારણે ઓવરફલો થતા તેનું પાણી સીધું નેશનલ હાઇવે ઉપર ફરી વળ્યું હતું જેના કારણે આ સમસ્યા ઉદભવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.