વલાસાડઃ વલસાડ જિલ્લામાં આજે કુલ 8 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. એક સાથે આઠ જેટલા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે અને જિલ્લાનો આંકડો સોને પાર થઈ ગયો છે
વલસાડ જિલ્લામાં આજે કુલ આઠ જેટલા કોરોનાના પોઝિટિ કેસ સામે આવ્યાં છે. જેમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લાના વલસાડ તાલુકાનાં ગામોમાં 4, પારડીમાં એક, વાપીના બે અને ઉમરગામના એક કેસ મળીને કુલ 8 જેટલા કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ, વલસાડ જિલ્લાના 88 જેટલા કોરોના પોઝિટિવ કેસ થયા છે. હાલમાં 35 જેટલા કોરોનાના દર્દી સારવાર હેઠળ છે, જ્યારે ત્રણના મોત થયા છે.
વલસાડ જિલ્લામાં આજે કોરોનાના એક સાથે આઠ જેટલા કેસ સામે આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. એક સાથે આઠ જેટલા કેસો સામે આવતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે, બીજી તરફ આરોગ્યની ટીમ પણ દોડતી થઇ ગઇ છે. વલસાડ તાલુકાના નનકવાડા 39 વર્ષીય મહિલાને, જ્યારે મોગરાવાડી વિસ્તારમાં 46 વર્ષીય પુરુષને, વલસાડના કલવાડામાં 32 વર્ષીય પુરુષને, વાપીના કુંભારવાડમાં 37 વર્ષીય પુરુષને, વાપી શાકમાર્કેટમાં 44 વર્ષીય પુરુષને, જ્યારે પારડી તાલુકાના બગવાડા ગામે 26 વર્ષીય મહિલાને અને ઉંમરગામ તાલુકાના ભીલાડ ખાતે 51 વર્ષીય પુરુષને આજે કોરોના પોઝિટિવ આવ્યો છે.
વલસાડ જિલ્લામાં જિલ્લામાં કુલ 88 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, ત્યારે જિલ્લા બહારના કુલ 23 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, આમ બંને મળીને આંકડો 111 ઉપર પહોંચ્યો છે. હાલમાં 35 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ત્રણના મોત થઇ ચુક્યા છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 5055 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં 88 જેટલા સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 4967 જેટલા નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 47 જેટલા લોકોને કોરોનાની સારવાર બાદ સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે, ત્યારે જિલ્લા બહારના 12 જેટલા લોકોને કોરોનાની સારવાર બાદ રજા અપાઈ છે.