આ પર્વ નિમિતે વાપીમાં વસતા ઉત્તર ભારતીયો પણ માં દુર્ગાની પૂજા-અર્ચના કરી નવરાત્રીનો પર્વ ઉજવે છે. વાપીમાં દર વર્ષે નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા દમણગંગા નદીમાંથી જળ ભરીને પરત દુર્ગા મહોત્સવના પંડાલમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે તમામ ઉપવાસ રાખે છે અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે.
નવલી નવરાત્રીના નવ દિવસોમાં માતાજીની આરાધનામાં દરેક લોકો ભક્તિમય બની જાય છે અને અંતિમ દિવસ એટલે કે દશેરાના દિવસે માતાજીનો હોમ હવન કરીને દુર્ગા માતાજીની પ્રતિમાને વિસર્જીત કરે છે. નવરાત્રી દરમિયાન કાર્યક્રમનો ખર્ચ નવદુર્ગા ટ્રસ્ટ કરે છે. જો કે, કેટલાક માઇ ભક્તો ખુશીથી પોતાની ઇચ્છા શક્તિ મુજબનું દાન આપીને પોતાનું ઋણ પણ ઉતારે છે.