ETV Bharat / state

Navratri 2022 : શેરી ગરબાના મહત્વને જાળવવા ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યાં છે નવા નવા સ્ટેપ - Gated community in Gujarat

માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વની (Navratri 2022) હજુ ઘણી વાર છે. પરંતુ વાપીમાં અત્યારથી જ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રહેતા 712 ફ્લેટધારક પરિવારો સોસાયટીમાં જ ગરબાના વિવિધ સ્ટેપ (khelaiya learning garba steps) શીખી રહ્યા છે. આ સોસાયટીમાં 2015થી શેરી ગરબાનું આયોજન થાય છે. જેમાં અબાલ-વૃદ્ધ, ગુજરાતી-નોન ગુજરાતી ખેલૈયાઓ 9 દિવસ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.

Navratri 2022 : શેરી ગરબાના મહત્વને જાળવવા ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યાં છે નવા નવા સ્ટેપ

author img

By

Published : Aug 6, 2022, 7:12 PM IST

વાપી: નવરાત્રી પર્વ દરમ્યાન શેરી ગરબાનું મહત્વ જળવાઇ રહે, નોન ગુજરાતીઓ પણ સોસાયટીમાં જ ગરબાની રમઝટ (Significance of Sheri Garba in vapi) બોલાવી શકે તેવા ઉદેશ્યથી વાપીની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં (Pramukh Green Society Garba) નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે નવરાત્રી પર્વના (Navratri 2022) 3 મહિના પહેલાથી જ સોસાયટીના સભ્યો દ્વારા રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી છે. જેમાં ખૈલૈયાઓ ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે.

પ્રમુખ ગ્રીન સોસાયટીમાં બિનગુજરાતી સમુદાય પણ મોટી સંખ્યામાં છે

યુવાનો ખાસ કલાસીસમાં જઇ ગરબાના અવનવા સ્ટેપ શીખે છેઃ નવરાત્રી એટલે માતાજીની આરાધના સાથે ગરબે રમવાનું પર્વ, આસો મહિનામાં આવતા આ પર્વમાં ગરબે રમવા યુવાનો ખાસ કલાસીસમાં જઇ ગરબાના અવનવા સ્ટેપ શીખે છે. ત્યારે વાપીની જાણીતી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં (Pramukh Green Society Garba) પણ નવરાત્રી પર્વના (Navratri 2022) 3 મહિના પહેલેથી જ ગરબાના નિઃશુલ્ક કલાસીસ શરૂ કરવામાં આવ્યાં છે. આ અંગે ગરબાનું આયોજન કરતા ડૉ. પારિત ભટ્ટે જણાવ્યું હતું કે, નવરાત્રી પર્વ દરમ્યાન શેરી ગરબાનું મહત્વ જળવાય રહે, નોન ગુજરાતીઓ (vapi Gated community ) પણ સોસાયટીમાં જ ગરબાની રમઝટ બોલાવી શકે તેવા ઉદેશયથી વાપીની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં (Gated community in Gujarat) નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા

સોસાયટીના સભ્યો માટે નિઃશુલ્ક ગરબાના કલાસીસઃ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં 2015થી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે 2 મહિના પહેલા ખાસ ગરબા શોખીનો માટે કલાસીસ શરૂ કરવામાં આવે છે. આ સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત અન્ય રાજ્યના પરિવારો (vapi Gated community ) પણ વસવાટ કરે છે. જેઓને પણ ગરબે રમવાનો શોખ હોય તેઓ ગરબાના રાસ, બે તાળી, ત્રણ તાળી, દોઢિયા, ફોલ્ક ડાન્સ, ડમરુ ડાન્સ જેવા ગરબાના સ્ટેપ શીખી શકે તે માટે આ વર્ષે 3 મહિના પહેલેથી જ સોસાયટીના સભ્યો (Gated community in Gujarat)માટે નિઃશુલ્ક ગરબાના કલાસીસ શરૂ કર્યા છે.

બિન ગુજરાતીઓ ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છેઃ ગરબા એ ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતમાં 15મી સદીમાં તેની શરૂઆત થયા બાદ આજે સમગ્ર દેશના યુવાનોને ગરબાનું ઘેલું લાગ્યું છે. પ્રમુખ ગ્રીનમાં નવરાત્રીનું સરસ આયોજન થતું હોય સોસાયટીના સભ્યોએ બહાર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવાનું મન(Significance of Sheri Garba in vapi) થતું નથી. તમામ લોકો સોસાયટીમાં જ ગરબે રમી માતાજીના આરાધના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. હાલમાં પણ મોટી સંખ્યામાં એક જ કલરના ડ્રેસમાં સજ્જ થઈ ગુજરાતી- બિન ગુજરાતીઓ (Gated community in Gujarat) ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજ

પારિવારિક ભાવનાના દર્શન કરાવે છેઃ ઉલ્લેખનીય છે કે ગરબો શબ્દ એ સંસ્કૃત ગર્ભ શબ્દ પરથી રચાયો છે. ગુજરાતની દરેક શેરીઓમાં નવરાત્રી દરમ્યાન ગરબાનું આયોજન થાય છે. આ પ્રાચીન પરંપરાને પ્રમુખ ગ્રીનના રહીશો () જાળવી રાખવા માંગે છે. એટલે અહીં થતા ગરબાના આયોજનમાં પણ પ્રાચીન રાસ ગરબા પર નાના બાળકોથી માંડીને યુવાનો, વડીલો સૌ-કોઈ ગરબે ઘૂમે છે. સોસાયટીના (vapi Gated community ) સભ્યો પણ એ માટે સોસાયટીને રંગબેરંગી રોશનીથી શણગારી, સાઉન્ડ સિસ્ટમ પર ગરબે રમવાનું આયોજન કરે છે. જેમાં સોસાયટીના તમામ સભ્યો ગરબે રમવા સાથે માતાજીની આરાધના કરી પારિવારિક ભાવનાના દર્શન (Significance of Sheri Garba in vapi)કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.