રેલવે તંત્ર દ્વારા દર વર્ષે આ રીતે શહીદોની સ્મૃતિમાં રાષ્ટ્રીય ધ્વજને સળંગ એક સપ્તાહ સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. હાલમાં પણ 6 એપ્રિલથી 13 એપ્રિલ સુધી આ રાષ્ટ્રીયધ્વજ અડધી કાંઠીએ ફરકી રહ્યો છે. જલિયાવાલા બાગના શહીદોની સ્મૃતિમાં વાપી રેલવે સ્ટેશન પર પણ અડધી કાઠીએ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવી રહ્યો છે.
આ રીતે રાષ્ટ્રીયધ્વજને ફરકતો જોઈ જે મુસાફરોને આ અંગે જાણ નથી તેવા રેલવે સ્ટેશને આવનારા અને જનારા મુસાફરો આ ધ્વજને લહેરાતો જોઈ અચંબામાં પડયા હતાં. જલિયાવાલા બાગમાં થયેલા બેફામ ગોળીબારમાં અનેક ભારતીયોને વીંધી નખાયા હતા. જે હત્યાકાંડને 13 એપ્રિલના રોજ 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે અંગ્રેજોએ કરેલા આ નરસંહારની યાદમાં રેલવે વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.