વલસાડ: કોરોના મહામારીને લીધે વિવિધ કાર્યક્રમો પર પ્રતિબંધ હોવાના કારણે કપરાડા તાલુકાના મોટાપોંઢા કોલેજ દ્વારા વીર નર્મદ જન્મ જ્યંતીની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જનતા કેળવણી મંડળ મોટાપોંઢાના પ્રમુખ કેતનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ આચાર્ય ડૉ.એસ.યુ.પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાવામાં આવ્યો હતો. વિદ્યાર્થીમિત્રોએ સમગ્ર નર્મદને આવરીને પોતાનો અભ્યાસ રજૂ કર્યો હતો.
ડૉ. આશા ગોહિલે એમના સંચાલનમાં પ્રારંભે આજના દિવસે વિશેષનો મહિમા ગાયો હતો. જ્યારે સ્નેહા પટેલે વીર નર્મદના જીવન વિશે અને નર્મદના વ્યક્તિત્વને ઘડનારાં પરિબળો વિશે વાત કરી એક આખી ભૂમિકા તૈયાર કરી હતી. અજય વરઠાએ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા નર્મદ લિખિત "મારી હકીકત " વિશે વ્યાખ્યાન આપ્યું હતું.
પ્રા.આર.એલ.પટેલ સાહેબે વિદ્યાર્થીઓને સાંભળી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે ઓનલાઇન ઉજવણી બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.