ETV Bharat / state

Police Wheat Quantities Raids : પોલીસના આકસ્મિક છાપામાં લાખોનુ અનાજ મળી આવ્યું, બે શખ્સોની કરી અટકાયત

નાનાપોઢા પોલીસે બે કંપનીમાં આકસ્મિક (Nanapondha Police Red) છાપો મારતા ચકચાર મચી ગઈ હતી. છાપા દરમિયાન પોલીસે લાખોનો અનાજનો માલ કબજે કર્યો છે. તેમજ બે શખ્સોની પણ (Suspicious Amount of Wheat) અટકાયત કરી છે. જૂઓ શું છે સમગ્ર મામલો...

Police Wheat Quantities Raids : પોલીસના આકસ્મિક છાપામાં લાખોનુ અનાજ મળી આવ્યું, બે શખ્સોની કરી અટકાયત
Police Wheat Quantities Raids : પોલીસના આકસ્મિક છાપામાં લાખોનુ અનાજ મળી આવ્યું, બે શખ્સોની કરી અટકાયત
author img

By

Published : May 21, 2022, 5:32 PM IST

વલસાડ : નાનાપોઢા પોલીસે રાઈસ મિલ અને બાબરખડક ખાતે એગ્રો પ્રોડક્ટ કંપનીમાં (Babarkhadak Agro Product Company Red) છાપા માર્યા હતા. આ છાપા દરમિયાન 42 લાખનું અનાજનો જથ્થો તેમજ 15 લાખનો લોટ દળવા, પેક કરવાનું મશીન જપ્ત કર્યું હતું. પોલીસે આ જથ્થા અંગે બિલ સહિતના દસ્તાવેજો માગતા (Police Raid on Rice Mill) સંચાલકો બતાવી શક્યા ન હતા. જેને લઈને પોલીસે જથ્થાને કબજે કરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

નાનાપોઢા પોલીસે બે કંપનીમાં આકસ્મિક છાપો મારતા ચકચાર

પોલીસે આકસ્મિક છાપા માર્યા - પોલીસને બાતમી મળી (Nanapondha Police Red) હતી કે અનાજનો બાબરખડક ડુંગરી ફળિયા ખાતે સિલ્વર એગ્રો પ્રોડક્ટમાં કેટલાક શખ્સો ગેરકાયદે અનાજનો જથ્થો ભેગો કરી મશીન ઉપર લોટ દળવાનું કામ કરી રહ્યા છે. જેને પગલે નાનાપોઢા પોલીસ મથકના PSI આર.જે. ગામીત અને ટીમે સોમવારે છાપા મારતાં ગોડાઉનમાંથી 50 કિલોની ઘંઉની 2676 બોરીઓ 10 કિલો આટાના 510 પેકેટ 25 કિલોના 104 પેકેટ અને અનાજ દળવાનું મશીન તથા જોઇન્ટ પેકિંગ મશીન મળી 52,44,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : Valsad police raid: 31 ડિસેમ્બરની મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓ ઝડપાયા

સ્થળ ઉપરથી બે શખ્સોની કરાઈ અટક - આ ઉપરાંત સ્થળ પર ત્રણ મજૂરો પાસે અનાજ દળવાની કામગીરી કરાવતા અમીરઅલી ભાંજે ચારનીયા(રહે સેલવાસ ), પ્રેમ સિંગ કેસર સિંગ રાવત(રહે બાબરખડક, કપરાડા) પાસે અનાજના જથ્થા અંગે માગતા તે નહીં મળતા પોલીસે ગોડાઉન સીલ કર્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં નાનાપોઢા પોલીસે જોગવેલ ખજૂર ફળિયા ખાતે રાઈસ મિલના ગોડાઉનમાં છાપા મારી ઘંઉની 50 કિલો-25 કિલો વાળી 353 કોથળીઓ તથા ઘંઉની 5 અને 10 કિલોની પ્લાસ્ટિકના 732 પેકેટ, ડાંગર ભરેલી 50 કિલો વાળી કંતાનની કોથળી , પ્લાસ્ટિકની 135 કોથળી, તેમજ ચોખાની 50 અને 25 કિલો વાળી નાની મોટી પ્લાસ્ટિકની કોથળીઓ મળી કુલ 4,56,625.50નો (Nanapondha Police Grain Quantity Red) જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

2019માં પણ ઘઉંનો મોટો જથ્થો ઝડપાયો - જોગવેલ ખાતે કલેકટર આર.આર. રાવલના કાર્યકાળ દરમિયાન 15.30 લાખ ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો હતો. જેમાં તે સમયે મામલતદાર કલ્પેશ સુવેરાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જે બાદ ગત રોજ ફરી પોલીસે રેડ કરતા ફરી ઘઉંનો શંકાસ્પદ જથ્થો (Suspicious Amount of Wheat) ઝડપાયો છે. જોગવેલ અને બાબરખડકમાં આવેલી ફ્લોર મિલમાં પોલીસે છાપો માર્યો હતો. જેમાં મશીનરી અને ઘઉંનો જથ્થો તેમજ ઘઉંનો લોટ ભરેલી થેલીઓ સહિતનો સામાન કબજે કરી 41 (1) ડી મુજબ તેમજ CRPC 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.