ETV Bharat / state

Murder In Valsad: ગુટકા લેવાં જવાનું ના કહેતા યુવતીની હત્યા, મંગેતર સહિત 3ની ધરપકડ

વલસાડના વલવાડા ગામે યુવકે તેની મંગેતરનું ગળું દબાવી આત્મહત્યા (Murder In Valsad) કરી હતી. મંગેતરે ગુટકા લેવા જવા ના કહેતા યુવકે તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

Murder In Valsad: ગુટકા લેવાં જવાનું ના કહેતા યુવતીની હત્યા, મંગેતર સહિત 3ની ધરપકડ
Murder In Valsad: ગુટકા લેવાં જવાનું ના કહેતા યુવતીની હત્યા, મંગેતર સહિત 3ની ધરપકડ
author img

By

Published : Mar 11, 2022, 8:06 PM IST

વાપી: વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલા એક યુવકે તેની જ મંગેતરનું ગળું દબાવી હત્યા (Murder In Valsad) કરી નાંખી છે. આરોપીએ યુવતીને ગુટકા લેવા જવાનું કહ્યા બાદ યુવતીએ ના પાડતાં તેની હત્યા કરી યુવતીના મૃતદેહ (Crime In Valsad)ના ગળામાં દુપટ્ટો બાંધી ઝાડની ડાળ સાથે લટકાવી દીધો હતો. પોલીસે આરોપી સહિત 3ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપી સહિત 3ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન

વલવાડા ગામે 6ઠ્ઠી માર્ચે એક મજૂર યુવતીને તેના જ મંગેતરે નજીકની દુકાને ઉધારમાં ગુટકા લેવા જવાનું કહેતા યુવતીએ ના પાડી હતી. આ કારણે તેણે આવેશમાં આવી હત્યા (Violence Against Women In Gujarat) કરી હતી. હત્યારાએ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. પોલીસે હત્યા કરનારા આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભિલાડ પોલીસે હત્યા (Bhilad Murder Case)નો ભેદ ઉકેલી 3 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચો: Murder In Mahisagar: ગ્રીષ્મા હત્યાકાંડ જેવીવધુ એક ઘટના, પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાની ના કહેતા પ્રેમીએ ઉતારી મોતને ઘાટ

વાડીમાં યુવતી અને તેનો મંગેતર મજૂરી કામે આવ્યા હતા

આ અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાએ વિગતો આપી હતી કે, ગત 6ઠ્ઠી માર્ચે ઉમરગામ તાલુકાના વલવાડા ગામે દિનેશ ભાનુશાળીની વાડીમાં બંગલાનું અને સ્વિમિંગ પુલનું કામ કરવા આવેલી નિતા નામની મજૂર યુવતીનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં તેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવતા આ મામલે યુવતીના મંગેતર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગળું દબાવી હત્યા કરી મૃતદેહ આંબાની ડાળે લટકાવી દીધો

યુવતીની હત્યા અંગે મંગેતર જગદીશ જાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેને ગુટકાનું વ્યસન હોઇ નિતાને નજીકની દુકાનેથી ઉધારમાં ગુટકા લેવાનું કહ્યું હતું. જેની નિતાએ ના પાડી હતી. જે બાદ નિતા નજીકમાં શૌચક્રિયા માટે ગઈ ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આત્મહત્યાને હત્યા (Murder Cases In Gujarat)માં ખપાવવા મૃતદેહને ગળે રહેલો દુપટ્ટો આંબાની ડાળ સાથે બાંધી લટકાવી દીધો હતો.

આ પણ વાંચો: Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં

હત્યાની ઘટના બાદ કોન્ટ્રાક્ટર અને મજૂરે ગેરમાર્ગે દોર્યા

આ ઘટનામાં નિતાની બહેન અને અન્ય મજૂરોએ તેમજ કોન્ટ્રાક્ટર શૈલેષ પ્રજાપતિએ નિતાની શોધખોળ કરતા તેનો મૃતદેહ ઝાડની ડાળી સાથે લટકતો મળી આવ્યો હતો. જેને કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિએ અને ચંદુ પવાર નામના ઇસમે નીચે ઉતાર્યો હતો. જેમાં જીવ હોવાનું માની ભિલાડ સરકારી હોસ્પિટલે (Bhilad Government Hospital) ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોને યુવતી પડી ગઈ હોવાનું જણાવી ગેરમાર્ગે દોર્યા હતાં. પોલીસે તમામની પૂછપરછ કરી તો મૃતદેહ આંબાની ડાળે લટકતી હોવાનું જોયા બાદ તેને નીચે ઉતારી હોસ્પિટલે લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

ત્રણની ધરપકડ કરવામાં આવી

ઝાડ સાથે લટકાવેલા દુપટ્ટાને કોન્ટ્રાક્ટર શૈલેષ પ્રજાપતિના કહેવાથી ચંદુ પવાર નામના મજૂરે ચાકુ વડે કાપ્યો હતો અને તેને છૂપાવી દઈ પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરી હોઇ હત્યારા જગદીશ સહિત ત્રણેયની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.