- 120 આવાસ બિલ્ડીંગને તોડી પાડી અહિયાં નવા શાકભાજી માર્કેટ માટે બિલ્ડીંગ બનાવવામાં આવશે
- પાલિકાની બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું
- શાકભાજી માર્કેટના વેપારીઓને આ અંગે કોઈ પણ પ્રકારની પાલિકા દ્વારા જાણ કરાઇ નથી
વલસાડ : શહેરના મધ્યમાં બનાવવામાં આવેલી 120 આવાસ બિલ્ડીંગ (120 housing building) જે ન્યુ મોરારજી દેસાઈ આવાસ તરીકે ઓળખાય છે. આ બિલ્ડીંગમાં 120 આવાસ આવેલા છે. આ અત્યંત જર્જરિત બનેલી બિલ્ડીંગ (building) માં અંદરના ભાગે શાકભાજી માર્કેટ (Vegetable market) કેટલાક વર્ષોથી કાર્યરત છે. મંગળવારે પાલિકા ખાતે યોજાયેલી બોર્ડ મિટિંગમાં જર્જરીત બિલ્ડીંગ (building) ને તોડી પાડી અહીંયા આગળ નવી શાકમાર્કેટ (Vegetable market) ની બિલ્ડીંગ બનાવવાની ચર્ચા તેમજ સર્વાનુમતે નક્કી કરવામાં આવતા બુધવારે 120 આવાસ બિલ્ડીંગ (120 housing building) માં શાકભાજીનો વ્યવસાય કરતા અનેક વેપારીઓ તેમજ બિલ્ડીંગ (building) ના રહીશોએ પાલિકા કચેરી (Municipal office) એ પહોંચીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ રીપેરીંગ કામ કરાયું નથી
વેપારીઓ અને બિલ્ડીંગ (building) ના રહીશોની માગ હતી કે, વર્ષોથી તેમના દ્વારા જર્જરીત બિલ્ડીંગ (building) ના રીપેર કરવા માટે અરજીઓ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. હવે જ્યારે નવું બિલ્ડીંગ (building) બનાવવાની વાત આવી છે તો અહીં આગળ વ્યવસાય કરતાં વેપારીઓને જાણ પણ કરવામાં આવી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પણ બેઠક સુધા કરાઈ નથી. વેપારીઓએ માગ કરી છે કે, જો યોગ્ય સવલત આપવામાં નહીં આવે તો શાકભાજી માર્કેટ (Vegetable market) પાલિકાના કમ્પાઉન્ડમાં શરૂ કરવામાં આવશે.
વેપારીઓ તેમજ 120 આવાસમાં રહેતા રહીશોએ પાલિકા કચેરીએ આવેદનપત્ર આપ્યું
ન્યુ મોરારજી દેસાઈ બિલ્ડીંગના નામે ઓળખાતી 120 આવાસ બિલ્ડીંગ (120 housing building) જ્યાં 120 જેટલા આવાસો છે. નીચેના ભાગે 300થી વધુ શાકભાજી નાના મોટા વેપારીઓ શાકભાજીનો વેપાર કરે છે અને વર્ષોથી અહીંયા આગળ શાકભાજી માર્કેટ (Vegetable market) ધમધમે છે. જોકે અત્યંત જર્જરિત બનેલો બિલ્ડીંગનો ભાગ સમયાંતરે તૂટીને ખરી રહ્યો છે. થોડા સમય પહેલાં જ આ બિલ્ડીંગની બાલ્કની નો એક છતનો ભાગનો પોપડો નીચે પડ્યો હતો. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અહીંના સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા આ બિલ્ડીંગનું સમારકામ કરવામાં આવ્યો નથી. જેના કારણે આ બિલ્ડીંગ વધુ જર્જરિત બનતી જાય છે.
વેપારીઓએ પાલિકા કચેરીએ બિલ્ડીંગના સમારકામ માટે અરજી કરી
નગરપાલિકાના સભ્ય અને શાકભાજી વેપારી મંડળના અગ્રણી વેપારી એવા રાજુ મરચાં દ્વારા અનેક વખત જર્જરિત બનેલી આ બિલ્ડીંગ (building) ના સમારકામ કરવા માટે પાલિકા કચેરીએ અત્યાર સુધીમાં ઢગલાબંધ અરજીઓ આપવામાં આવી છે. પાલિકાના સત્તાધીશો દ્વારા 120 આવાસ બિલ્ડીંગ (building) ને સમારકામ કરવાની વાત તો દૂર રહી, પરંતુ અહીં જોવા સુધ્ધાં કોઈ ફરકતું નથી. જેના કારણે આ બિલ્ડીંગ (building) હવે વધુ જર્જરિત બની ગઈ છે.
સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ મોરચો કર્યો
વલસાડ નગરપાલિકામાં મંગળવારે બોર્ડની મીટિંગ (Board meeting) યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની સાથે સાથે વલસાડ શહેરની મધ્યમાં આવેલી આ 120 આવાસ બિલ્ડીંગ જે છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. તેને તોડી પાડી તેના સ્થાને નવી શાકભાજી માર્કેટની બિલ્ડીંગ (building) બનાવવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ સમગ્ર બાબતે પાલિકાના સત્તાધીશોએ કોઈપણ વેપારીઓને બોલાવી બેઠક સુવિધા કરી નથી કે આ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી 120 આવાસના રહીશોને પણ આપવામાં આવી નથી. જેના કારણે બુધવારે વિવિધ વર્તમાનપત્રોમાં આવેલી જાહેરાત બાદ સ્થાનિક વેપારીઓ અને બિલ્ડીંગમાં રહેતા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ મોરચો કર્યો હતો અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર સોંપી વિવિધ માગ કરી હતી.
આ પણ વાંચો : Valsad: જિલ્લાના ગામોમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન
બિલ્ડીંગ બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે
વેપારીઓએ જણાવ્યું કે, તેઓ વિકાસના કામોના વિરોધ નથી કરતા પરંતુ પાલિકા દ્વારા અગાઉ જ્યારે પણ અરજી કરવામાં આવી છે, ત્યારે કોઈ સમારકામ કરાયું નથી. વળી હાલમાં જ્યારે આ બિલ્ડીંગને તોડી પાડી અન્ય નવું બિલ્ડીંગ બનાવવાની વાત ચર્ચાઈ રહી છે, ત્યારે શાકભાજી માર્કેટ (Vegetable market) ના વેપારીઓને તેમનો વ્યવસાય કરવા માટે વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે. સાથે જ બિલ્ડીંગ બની ગયા બાદ હાલમાં જે રહીશો જર્જરીત બિલ્ડીંગના વસવાટ કરે છે તે તમામને આવાસ પૂરા પાડવામાં આવશે કે કેમ જેવા અનેક પ્રશ્નો સાથે પાલિકાના સ્ત્રીઓ સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી. પાલિકા ચીફ ઓફિસર દ્વારા તમામ લોકોની સમસ્યાઓ સાંભળી તેમની સાથે ચર્ચા કરી ઘટતું કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં
વેપારીઓની શાકભાજી માર્કેટ પાલિકા કમ્પાઉન્ડમાં શરૂ કરવાની ચીમકી
પાલિકા કચેરીએ પહોંચેલા 200થી વધુ વેપારીઓ અને 120 આવાસમાં રહેતા સ્થાનિક લોકોએ ચીફ ઓફિસર (Chief officer) ને એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો તેઓના માટે યોગ્ય વિકલ્પ એક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં શાકભાજી માર્કેટ (Vegetable market) બંધ કરી દેવામાં આવશે અથવા તો વેપારીઓ દ્વારા પાલિકા કમ્પાઉન્ડમાં જ શાકભાજી માર્કેટ (Vegetable market) શરૂ કરવામાં આવશે.