ETV Bharat / state

ધરમપુરના મોટી ઢોલ ડુંગરી તાલુકા પંચાયત સભ્યને કર્યા ડિટેઈન - taluka panchayat membar

ધરમપુરમાં મરઘમાળ ગામે આંગણવાડીની ખાલી જગ્યા ભરવા માટે એક દિવ્યાંગ મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેને વહીવટી તંત્ર તરફથી એવો લેખિત જવાબ મળ્યો કે તેઓ દિવ્યાંગ હોવાથી બાળકોની જવાબદારી તેમને સોંપી શકાય નહી. આમ, આદિવાસી મહિલાને રોજગારી અને ન્યાય અપાવવાના હેતુથી મોટી ઢોલ ડુંગરીના અપક્ષ ચૂંટાઈને આવેલા સભ્યએ રેલી યોજી આવેદન પત્ર આપવા માટેની જાહેરાત કરી હતી. જે મંગળવારે સવારે યોજાનારી હતી, પરંતુ તે યોજાય તે પૂર્વે જ પોલીસે તાલુકા પંચાયત સભ્યને તેમના ઘરેથી ડિટેઈન કર્યા હતા. જોકે બાદ બપોરે જવાબ લઇને છોડી દેવામાં આવ્યા હતા.

ગઈ કાલે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કરતાં પોલીસે તેમને ડિટેઈન કર્યા

author img

By

Published : Mar 23, 2021, 3:24 PM IST

  • આંગણવાડીની ખાલી જગ્યા ભરવા માટે એક દિવ્યાંગ મહિલાએ ઉમેદવારી નોંધાવી
  • ગઈ કાલે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કરતાં પોલીસે તેમને ડિટેઈન કર્યા
  • બપોરે 01 વાગ્યાની આસપાસમાં તેમને છોડી દેવામાં આવ્યા
  • આ મહિલાને ન્યાય અપાવવાના હેતુથી મંગળવારે રેલીનું આયોજન કર્યું

વલસાડ: જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલા મરઘમાળ ગામે એક હાથથી દિવ્યાંગ મહિલાએ આંગણવાડીમાં ખાલી પડેલી જગ્યા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ભરતીમાં પ્રથમ મેરીટ ક્રમાકમાં આવ્યા હતા પરંતુ અચાનક 04 માર્ચ 2021ના રોજ સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા લેટરથી જાણકારી આપવામાં આવી કે મહિલા દિવ્યાંગ હોવાથી તેને બાળકોની જવાબદારી સોંપી શકાય નહી. જે બાબતે મહિલા મેરીટમાં હોવા છતાં પણ તેને રોજગારીના આપતા તેને ન્યાય આપવવા માટે તાલુકા પંચાયત સભ્ય મંગળવારે અસુરા વાવ સર્કલ ખાતે એકત્ર થઇ રેલી યોજી તાલુકા પંચાયતમાં આવેદન પત્ર આપવાના હતા.

આ પણ વાંચો: અરવલ્લીમાં ચક્કાજામને નબળો પ્રતિસાદ, પોલીસે 3 ખેડૂત નેતાઓની અટકાયત કરી

તાલુકા પંચાયતમાં અપક્ષમાંથી ચૂંટાયેલા સભ્યની તેમના ઘરથી ધરમપુર પોલીસે ડિટેઈન કર્યા

તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાલમાં જ મોટી ઢોલ ડુંગરી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા કલ્પેશ પટેલ દ્વારા મરઘમાળની આંગણવાડીમાં દિવ્યાંગ મહિલાને રોજગારી આપવા બાબતે થયેલા અન્યાય અંગે આજે મંગળવારના રોજ ધરમપુરના અસુરા વાવ સર્કલ ઉપર એકત્ર થઇને તાલુકા પંચાયત કચેરી ઉપર આવેદન પત્ર આપી વિરોધ નોંધાવાની જાહેરાત ગઈ કાલે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ મંગળવારે પોલીસે વહેલી સવારે કલ્પેશ પટેલની તેમના નિવાસ્થાનેથી અટક કરી ધરમપુર પોલીસ મથકે લઇ આવ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ આસપાસ સિંહોના શંકાસ્પદ શિકાર મામલે વન વિભાગે કરી 5ની અટકાયત

ન્યાય માટે હંમેશા આવાજ ઉઠાવતા રહીશું: કલ્પેશ પટેલ

કલ્પેશ પટેલે જણાવ્યું કે, જે મહિલા મેરીટ સુધી પહોંચી ગઈ ત્યાં સુધી સરકારે એ જોવાની તસ્દી ના લીધી કે તે મહિલા દિવ્યાંગ છે. માત્ર જયારે નોકરી આપવાની વાત આવી ત્યારે તેઓને એ મહિલા દિવ્યાંગ હોવાનું ઉડીને આંખે દેખાયું છે. તેમણે કહ્યું કે, તેઓ હંમેશા સત્ય માટે લડત આપતા રહેશે અને ન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેશે.

તાલુકા પંચાયત સભ્યને ડિટેઈન કર્યા

આમ, પોલીસને મંગળવારે રેલી યોજી આવેદન પત્ર આપે તે પહેલા જ તાલુકા પંચાયત સભ્યને ડિટેઈન કરી દીધા હતા અને ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ કાફલો મૂકી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.