ETV Bharat / state

વલસાડના ખાનગી રિસોર્ટમાં વધુ 2 કોંગ્રેસી ધારાસભ્યો પહોંચ્યા - સુનિલ ગામીત

19 તારીખના રોજ આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યોને વલસાડ ખાતે એક ખાનગી રિપોર્ટમાં લાવવામાં આવ્યા છે. ત્યારે બુધવારે વહેલી સવારે વધુ બે ધારાસભ્યો વલસાડ આ રિસોર્ટમાં પહોંચ્યા હતા. જેને લઇને હાલ કુલ સાત જેટલા ધારાસભ્યો વલસાડના ખાનગી રિસોર્ટમાં પહોંચી ચૂક્યા છે.

કોંગ્રેસી ધારાસભ્ય
કોંગ્રેસી ધારાસભ્ય
author img

By

Published : Jun 10, 2020, 5:01 PM IST

વલસાડઃ આગામી તારીખ 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, જેને લઇને સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્ય અચાનક રાજીનામાં આપી દેતા કોંગ્રેસ પક્ષમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી તરફ પોતાના તૂટી રહેલા ધારાસભ્યોની શાખ બચાવવા માટે કોંગ્રેસ પક્ષે રિસોર્ટની રાજનીતિ શરૂ કરી છે.

વલસાડના ખાનગી રિસોર્ટમાં પહોચ્યા વધુ બે કોંગ્રેસી ધારાસભ્યો

કોંગ્રેસે તમામ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં એકત્ર કરી નાખવાનો કીમિયો અજમાવ્યો છે, જેને પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના સાત જેટલા ધારાસભ્યો વલસાડના એક ખાનગી રિસોર્ટમાં પહોંચી ચૂક્યા છે. મંગળવારે પાંચ જેટલા ધારાસભ્યની હાજરીમાં એક પત્રકાર પરિષદ આયોજીત કરવામાં આવી હતી. જેમાં ડૉક્ટર તુષાર ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને ભાજપ દ્વારા તેઓને ખુલ્લી ઓફરો થઈ રહી હોવાની પણ વાત કરી હતી. બુધવારના રોજ વધુ બે ધારાસભ્યો રિસોર્ટમાં પહોંચ્યા છે. જેમાં સુનિલ ગામીત અને ભાવેશ કટારાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ત્રણ જેટલા ધારાસભ્યો સાંજ સુધી વલસાડ પહોંચવાની માહિતી મળી રહી છે.

કોંગ્રેસી ધારાસભ્ય
કોંગ્રેસી ધારાસભ્ય

નોંધનીય છે કે, વલસાડના ખાનગી રિસોર્ટમાં અત્યાર સુધીમાં અન્નત પટેલ, આંનદ ચૌધરી, પુના ગામીત, ચન્દ્રીકાબેન બારીયા, પીડી વસાવા, ભાવેશ કટારા, સુનિલ ગામીત રિસોર્ટમાં પહોચ્યા છે. આમ કુલ 7 ધારાસભ્ય વલસાડ ખાતે પોહચ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.