- લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર કરવા પોલીસે અગાઉ પણ તમામને સૂચનાઓ આપી હતી
- કોવિડના નિયમોનું પાલન કરતા લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર ન થાય તેની તકેદારી રાખવાની રહેશે
- બાલદા ગામે પોલીસે લગ્ન પ્રસંગે ચેકિંગ કરતા સૌથી વધુ લોકો ભોજન સમારંભમાં ભોજન લઇ રહ્યા હતા
- પોલીસે વરરાજાના પિતા સામે જાહેરનામાના ભંગ અંગે ગુનો દાખલ કર્યો
વલસાડ: પારડી તાલુકાના બાલદાગામે વાવ ફળીયા ખાતે લગ્ન મંડપ પ્રસંગમાં ચેકીંગ માટે ત્રાટકી હતી. જ્યાં લગ્ન ઉત્સાહમાં 50થી વધુ લોકો એકત્ર હતા તેમજ સોશિયલ ડીસન્ટન્સનો ભંગ તેમજ માસ્ક વિના નજરે આવતા પોલીસે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પાડ્યો હતો અને લગ્ન પ્રસંગનું આયોજન કરનારા વરરાજાના પિતા અશોક દોલતભાઈ નાયક વિરુદ્ધ વિવિધ જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : ખડકી ડુંગરી ગામે લગ્ન પ્રસંગે ફ્લાઇંગ સ્કવોડ ત્રાટકી, 3 હજારનો ફટકાર્યો દંડ
કોવિડ નિયમોના પાલન સાથે લગ્ન પ્રસંગ યોજવા પોલીસ માહિતગાર કરી રહી છે
હાલની પરિસ્થિતિમાં કોવિડના નિયમોનું પાલન ખુબજ જરૂરી છે. લોકો લગ્ન પ્રસંગોમાં નિયમોનું ચુસ્ત પાલન કરે તેવી પોલીસ અપીલ કરી રહી છે. લગ્ન પ્રસંગમાં યોજાવા પહેલા પારડી પોલીસે પરિવારને લગ્ન પ્રસંગમાં 50થી વધુ વ્યક્તિઓ એકત્ર ન કરવા તેમજ કોવિડના તમામ નિયમોનું પાલન કરવાની રૂબરૂ સમજણ આપી રહી છે અને જે બાદ પોલીસ લગ્ન પ્રસંગમાં પણ પહોંચીને ચેકીંગ કરી રહી છે.
આ પણ વાંચો : ખેડામાં સંક્રમણમાં સતત વધારો, શુક્રવારે નવા 129 કેસ નોંધાયા
સંક્રમણ ન વધે એવા હેતુથી SOPની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ
જે રીતે વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને અનુલક્ષીને યોજાતા મેળા અને લગ્ન પ્રસંગોમાં 50થી વધુ લોકો એકત્ર કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથે જ લગ્ન પ્રસંગોમાં SOPની ગાઈડલાઇન સાથે લગ્ન પ્રસંગ યોજવા અપીલ કરાઈ રહી છે. જેનું પાલન કરવા પોલીસ હાલ કટિબદ્ધ છે, ત્યારે પોલીસ હાલમાં યોજાઈ રહેલા તમામ લગ્ન પ્રસંગોમાં આકસ્મિક ચેકિંગ પણ કરી રહી છે. જેને લઇને અનેક જગ્યાએ વધુ લોકો જોવા મળતા આવા પ્રસંગો યોજના સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.