ETV Bharat / state

વલસાડ દરિયા કિનારેથી મુંબઈમાં બાર્જ પરથી ગુમ થયેલા કુલ 7 ક્રુમેમ્બરના મૃતદેહ મળી આવ્યા - sea news

વલસાડના તિથલ દરિયા કિનારે રવિવારે વધુ 2 મૃતદેહો મળી આવ્યાં હતાં. તિથલ નજીકના દરિયા કિનારેથી શનિ-રવિવારના 2 દિવસમાં કુલ 7 મૃતદેહો મળી આવ્યાં છે. આ મૃતદેહો તૌકતે વાવાઝોડાને લઈને મુંબઈમાં બાર્જ P-305 વાવાઝોડામાં ફંગોળાઈ ગયું હતું. તેમાં કામ કરતાં ક્રુ મેમ્બરોનો હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી 2 મૃતદેહની ઓળખ ID પુરાવાને લઈને થઈ હતી. જેમાં નાની ભાગલ ખાતે મળેલી ક્રુમેમ્બરના મૃતદેહો નાગેન્દ્ર કુમાર અને તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મળેલી 3 મૃતદેહો પૈકી ઉમેદ સિંગનો મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

તિથલ દરિયા કિનારેથી મળી આવ્યા મૃતદેહ
તિથલ દરિયા કિનારેથી મળી આવ્યા મૃતદેહ
author img

By

Published : May 24, 2021, 11:57 AM IST

  • તિથલ દરિયા કિનારેથી મળી આવ્યા મૃતદેહ
  • વાવાઝોડામાં ગુમ થયેલા ક્રુમેમ્બરના મૃતદેહો હોવાની આશંકા
  • પોલીસે મૃતદેહનો કબ્જો લઈ મુંબઈ પોલીસને જાણ કરી

વલસાડ: તૌકતે વાવાઝોડાના 6 દિવસ બાદ વલસાડના દરિયા કિનારે 2 દિવસમાં તણાઈને આવેલા 7 મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહો તૌકતે વાવાઝોડા સમયે મુંબઈના દરિયામાં બાર્જ પરથી ગુમ થયેલા સાત ક્રુ મેમ્બરના છે. જેમાં શનિવારે 5 અને રવિવારે 2 મૃતદેહો મળી આવ્યાં હતાં. ગુજરાતના વલસાડના દરિયાકાંઠેથી મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાવાઝોડામાં ગુમ થયેલા ક્રુમેમ્બરના મૃતદેહો હોવાની આશંકા

મુંબઈમાં બાર્જ P-305 વાવાઝોડામાં ફંગોળાયું

તૌકતે વાવાઝોડાને લઈને મુંબઈમાં બાર્જ P-305 વાવાઝોડામાં ફંગોળાઈ ગયું હતું. તેમાં કામ કરતા ક્રુ મેમ્બરો પૈકી વલસાડના દરિયા કિનારે શનિ અને રવિવાર મળી કુલ 7 ક્રુમેમ્બરના મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી 2 મૃતદેહની ઓળખ ID પુરાવાને લઈને થઈ હતી. જેમાં નાની ભાગલ ખાતે મળેલી ક્રુમેમ્બરની મૃતદેહ નાગેન્દ્ર કુમાર અને તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી મળેલા 3 મૃતદેહ પૈકી એક ઉમેદ સિંગની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ખારાઘોડા રણમાં વાવાઝોડાથી અંદાજીત ત્રણ લાખ ટન મીઠા પર પાણી ફરી વળ્યું

મૃતદેહ ડિકમ્પોઝ થયેલી હાલતમાં મળી આવી હતી

તૌકતે વાવાઝોડામાં મુંબઈનો દરિયો ખેડવા ગયેલા બાર્જ P-305માં ક્રુમેમ્બરો પણ ગયા હતા. તૌકતે વાવાઝોડાને લઈને બાર્જ P-305માં નુકસાની થતા ક્રુમેમ્બર સહિત ઘણા લોકો મિસિંગ થાય હતા. રવિવારે સવારે વલસાડના તિથલ દરિયા કિનારે સાંઇબાબા મંદિર પાસેથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહ ડિકમ્પોઝ થયેલી હાલતમાં મળી આવ્યા હતા.

મૃતદેહોને જોયા બાદ સ્થાનિક લોકોએ જાણ કરી

આ ઘટના અંગે મુંબઇ પોલીસને જાણ કરવામાં આવી છે. તિથલ સાંઇબાબા મંદિર નજીક રહેતા સ્થાનિક લોકોએ દરિયાની પ્રોટેક્શન વોલના પથ્થર ઉપર લાશને જોયા બાદ તાત્કાલિક સિટી પોલીસ અને સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મુંબઇ પોલીસને પણ જાણકારી આપી હતી.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસના વિસ્તારમાં 21 કાળિયારના મોત

શનિવારે 5, રવિવારે 2 મળી કુલ 7 મૃતદેહો મળ્યા

તૌકતે વાવાઝોડાને લઈને મુંબઈમાં બાર્જ P-305 વાવાઝોડામાં ફંગોળાઈ ગયું હતું. તેમાં કામ કરતા ક્રુમેમ્બરો પૈકી 3 ક્રુમેમ્બરના મૃતદેહ તિથલ સ્વામિનારાયણ મંદિર પાસેથી અને એક નાની ભાગલ ખાતેથી મળ્યો હતા . રવિવારે સવારે વધુ 2 ક્રુમેમ્બરની મૃતદેહ સાંઈ બાબા મંદિર પાસેથી મળી આવી હતી. વલસાડ પોલીસે મુંબઈના બાર્જ P -305ના મિસિંગ થયેલા ક્રુમેમ્બરની મૃતદેહ હોવાનું અનુમાન લગાવ્યું છે. મૃતદેહનો કબ્જો લઈ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલાવી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.