વલસાડ: જિલ્લામાં મંગળવારના રોજ 10 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેમાં વલસાડના 4 અને વાપી, પારડી, ઉમરગામ તાલુકાના 2-2 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા દર્દીઓમાં 8 પુરુષો અને 2 મહિલાઓ છે. જિલ્લામાં વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં એકપણ મૃત્યુ નહિ નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ જિલ્લામાં કુલ 698 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 414 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 209 દર્દીઓ કોવિડ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8 દર્દી જિલ્લાના અને એક જિલ્લા બહારના દર્દીનું મોત થયું છે. એ જ રીતે કોરોના પોઝિટિવ પણ અન્ય કારણોથી મોત થયેલા જિલ્લાના 67 દર્દી, 2 દર્દી જિલ્લા બહારના મળી કુલ 78 દર્દીઓના મોત થયા છે.