વલસાડઃ જિલ્લામાં 29 ફેબ્રુઆરીના રોજ અમરેલી ગામ ખાતે સ્વર્ગીય મોરારજી દેસાઈના સ્મરણાર્થે સ્મારક અને માળખાકીય સુવિધાઓનો વિકાસ પ્રોજેક્ટનો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવશે.
જેમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. તેમજ વિશેષ અતિથિ તરીકે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા, રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન અને પરિવાર કલ્યાણના કિશોર કાનાણી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના અધિકારી પ્રધાન વાસણભાઈ આહિર તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ દરમિયાન તળાવના કિનારે બનેલા મોરારજી દેસાઈ સ્મારકનું પણ લોકાર્પણ કરવામા આવશે. આ માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છેે. આ પ્રસંગને લઇ છેલ્લા કેટલાક દિવસથી તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પણ મિટિંગોનો દોર ચાલ્યા હતા.